Abtak Media Google News

ભારતમાં અલગ-અલગ આઠ પ્રકારની રસી પરીક્ષણ હેઠળ; આડઅસરની આશંકાને લઈ ચિત્ર અસ્પષ્ટ

કોરોના વીયરસને નાબૂદ કરી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા ‘સચોટ’ રસીની શોધમાં દરેક દેશોની સરકાર, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સંગઠનો લાગી ગઈ છે. પરંતુ સો ટકા વિશ્વસનીયતાનો અભાવ રસીની આડઅસરની આશંકાનો કિંમતો અને સંગ્રહ ક્ષમતાને લઈ રસીની ‘રસ્સાખેંચ’ જામી છે. આ હરિફાઈમાં કંઈ કંપનીની, કયા દેશની રસી બાજી મારશે?? કઈ રસી સૌથી વધુ સચોટ અને અસરકારક હશે કે જેનાથી કોઈપણ પ્રકારની આડઅસર નહિ થાય આ પ્રશ્ર્નો લોકોના મનમાં ઉભા થયા છે. ત્યારે એ પણ જાણવાનું મહત્વનું બને છે કે, આખરે કોરોનાને નાથવામાં ‘રસી’ શું મહત્વન ભૂમિકા ભજવશે? રસી લેવાથી કઈ રીતેકોરોના મૂકત થઈ જઈશું?? આ અંગે નિષ્ણાંતોએ કઈ રીતે જણાવ્યું છે કે, રસી કોરોના વાયરસના સંક્રમણને અટકાવશે, ચેપને રોકી વાયરસની તીવ્રતાને પણ ઘટાડશે જે વેકિસન આમ કરવામાં સફળ નીવડશે તે જ વેકિસન રસીની આ ‘રસ્સાખેંચ’માં બાજી મારશે.

સંશોધકોનામત મુજબ, હાલ જે જે રસીઓ વિશ્વભરમાં પરીક્ષણ હેઠળ છે. તેમાંની મોટાભાગની તમામ રસીઓ કોરોના સામે લડવામાં સક્ષમ જ છે જે વ્યકિતગત રીતે થતા કોરોનાના ચેપને અટકાવશે તો જે લોકો અગાઉથ સંક્રમિત છે જ તેઓમાં વાયરસનું વધતુ જતું ગંભીર પ્રમાણ ઘટાડશે. પરંતુ આ વેકિસનેશનમાં આંશિક રીતે ડર છે તો હવે આડઅસરનો રસીની આડઅસર નહી પણ રસી દ્વારા એલેર્જીક આડઅસર ઉભી થાય તેની શંકા છે. આથી સાવચેતી પણ જરૂરી છે.

ભારતમાં હાલ અલગ અલગ આઠ પ્રકારની રસીઓ પરીક્ષણ હેઠળ છે. રસીકરણને લઈ કેન્દ્ર અને રાજય સરકાદ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રસીનાં સંગ્રહ માટે સમગ્ર મેપ તૈયાર કરવામાં આવ્યો છે. તો હેલ્થવર્કર અને કોરોના વોરિયર્સને પ્રાથમિકતા આપી રસીકરણ માટે યાદી પણ તૈયાર કરાઈ રહી છે. આ તૈયારીઓ વચ્ચે આડઅસરને લઈ હજુ ચિત્ર અસ્પષ્ટ છે.

ગરીબદેશો પર હજુ ૪ વર્ષ કોરોનાનો ખતરો યથાવત રહેશે-WHO

કોરોના વાયરસને આવ્યાનો લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. વિશ્વભરનાં દેશો કોરોનાની જપેટમાં આવતા આર્થિક, સામાજીક, માનસીક અમે દરેક ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. વિકસિત દેશોને તો નુકશાન નીવડયું જ છે. પરંતુ જે દેશો વિકાસશીલ છે.અનેઆર્થિક રીતે પછાત છે. તેઓની હાલત અતિ કફોડી બની છે. કોરોનાને લીધે આર્થિક ફટકો તો પડયો છે. પણ ગરીબો, બેરોજગારી અને ભુખમરા જેવા પડકાર રૂપ પ્રશ્નો વધુ ગંભીર બન્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ અંગે વધુ ચેતવણી જારી કરી ચિંતા વ્યકત કરી છે.

રસીકરણના માધ્યમથી અને યોગ્ય પગલા લેવામાં સક્ષમ વિકસિત દેશો તો કોરોનાને તિવ્રતાને ઓછી કરવામાં સફળ થશે. પરંતુ ગરીબ દેશો પર હજુ ચાર વર્ષ કોરોનાનો ખતરો યથાવત જ રહેવાનો છે. તેમ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે ગરીબ દેશો સુધી રસી પહોચાડવાનું લક્ષ્ય વૈશ્ર્વિક કાર્યક્રમ ‘કોવેકસ’ અંતર્ગત સેવ્યુંનો છે પણ તેની સફળતા પર આ જ કારણનાં લીધે જોખમ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અહેવાલમાં જણાવ્યું છેકે કોવેકસ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબકકામાં બે બીલીયન લોકોને રસી પહોચાડવાની યોજના છે. જે આર્થિક રીતે પછાત ૯૧ દેશોની ૨૦ ટકા વસ્તીને આવરીલેશે જેમાં મુખ્યત્વે એશિયા આફ્રિકા અને લેટીન અમેરિકા ખંડના દેશોનો સમાવેશ છે.

રસી માટેનું સ્વાસ્થય સંગઠનનું વૈશ્ર્વિક અભિયાન “કોવેક્સ”; દરેક સુધી વેક્સિન પહોંચાડવી એ “લોઢાના ચણા ચાવવા” સમાન

કોરોના મહામારીમાંથી સમગ્ર દેશોને બહાર કાઢી સ્વાસ્થ્ય ક્ષેત્રને વધુ મજબુત કરવા વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન પણ પ્રયાસોમાં જુટાયુયં છે. રસીકરણ માટે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક કાર્યક્રમ ‘કોવેકસ’ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ડબલ્યુએચઓ દ્વારા ભાર મૂકાયો છેકે, વિશ્વના આર્થિક પછાત દેશોને સરળતાથી રસી પુરી પાડવામાં આવે. જરૂરીયાતમંદ દેશોને સૌ પ્રથમ રસી મળે. વિશ્વના દરેક જરૂરીયાતમંદ નાગરિકને કોરોનાની રસી મળે એ માટે સ્વાસ્થ્ય સંગઠને કવાયત હાથ ધરી છે. પરંતુ આ લક્ષ્યને પૂર્ણ કરવું એ ‘લોઢાના ચણા ચાવવા’ સમાન છે. એક તરફ સો ટકા વિશ્ર્વસનીયતાનો અભાવ સંગ્રહ ક્ષમતા, કિંમતો અને આડઅસરને લઈ રસીની રસ્સાખેંચ જામી છે. હજુ સચોટ રસીને શોધ થઈ પણ નથી તેવામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હરિફાઈ જામી છે. આ પડકારો વચ્ચે દરેક દેશના નાગરિકો સુધી રસી પહોચાડવી એ મોટા પડકાર સમાન છે. નિષ્ણાંતોએ તો એવો પણ મત વ્યકત કર્યો છે કે, ‘કોવેકસ પ્રોગ્રામ’ની સફળતા જ નકકી કરવી મુશ્કેલ છે. આ અભિયાન અંતર્ગત દરેક સુધી રસી પહોચાડવાના પ્રયાસએ કોઈ ખતરાથી કમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.