Abtak Media Google News

કાંદા-લસણનું સેવન કર્યા બાદ મોમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા ‘તજ’ ચાવી જવા હિતાવહ

ભારતમાં ૮મી સદીથી ‘તજ’ના ઔષધીય ગુણોનો ઉપયોગ થતો હોવાનું તારણ

ખાસ કરીને શિયાળાની ઠંડી ઋતુમાં શરદી, સળેખમ, ફરિયાદ વધી જાય છે. શરદીમાં તજનો ઉપયોગ અકસીર સાબીત થાય છે. મેલેરિયા, શરદી, સળેખમમાં ઉકાળેલા પાણીમાં તજ, મરીનો ભૂકકો અને મધ ભેળવીને પીવાથી જલ્દી રાહત થાય છે શરીરની પાચન પ્રણાલીને દુરસ્ત કરવા માટે પણ તજ ગુણકારી છે. ઉબ્કા અને અતિસાર અને ઉલ્ટીની સમસ્યા હોય તો જમ્યા પછી પાણીમાં આખી ચમચી તજનો ભૂકકો ભેળવીને પી જવાથી ખૂબજ રાહત અનુભવાય છે.તેમજ માથાનો દુ:ખાવો દૂર કરવા માટે તજના ભૂકકાનું પેસ્ટ બનાવીને કપાળે બામને ચોપડવાથી તાત્કાલીક રાહત થાય છે. છોકરીઓને ખીલ થયા હોય તો અન્ય ક્રીમ વાપરવાને બદલે જો તજના પાવડરમાં પાણી અને લીંબુ ભેળવીને બનાવેલ ક્રીમ ચોપડવામાં આવે તો સારૂ પરિણામ મળે છે. અસ્થમા અને પેરાલીસીસમાં પણ તજ અમૂક અંશે ઉપયોગી ઠરે છે.

તજ ખૂબ સુગંધીત હોય છે. કાંદા લસણવાળી વાનગીઓ ખાધા બાદ મોંમાં ગંધ આવતી હોય તો તજ ચાવી જવાથી મોમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. તજ આદર્શ ગર્ભ નિરોધક પણ હોવાનું કહેવાય છે. ખાસ કરીને એક બાળક થયાપછી તરત ગર્ભન જોઈતો હોય તો રોજ રાત્રે તજનો એક ટુકડો ખાઈ જવાથી ફાયદો થશે.

તજમાં અનેક ગુણોનો ભંડાર ભર્યો છે. આયુર્વેદનની દ્રષ્ટિએ તે અનેક રોગમાં રામબાણ ઈલાજ સાબીત થાય છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૂલવીએ તો તજમાં ૯.૯ ટકા ભેજ, ૪.૬ ટકા પ્રોટીનનું પ્રમાણ અને ચરબી ફકત ૨.૨ ટકા હોય છે. રેષાનું પ્રમાણ ૨૦.૩ ટકા છે. કાર્બોહાઈડ્રેટસ લગભગ ૫૯.૫ ટકા છે. કેલિશ્યમ અને ફોસ્ફરસ અનુક્રમે ૧.૬ અને ૦.૫ ટકા છે.તજમાંથી ૨ ટકા જેટલુ તેલ નિકળે છે.

રોજબરોજની રસોઈ બનાવવામાં પણ તજનો ઉપયોગ થાય છે. કેક, મિઠાઈઓ અને કઢીમાં પણ સોડમ પાથરવા માટે તજ ઉમેરવામાં આવે છે. ઈ.સ.પૂર્વે ૨૭૦૦ વર્ષથી તજનો ઉપયોગ થતો આવ્યા છે. પૂરાણ કાળમાં રોમનલોકો તેના ઔષધીય ગુણો જાણતા હતા ભારતને ૮મી સદીથી તજના ઔષધીય ગુણોની ખબર પડી ખિજવેની નામના તબિબે તજના ઔષધીય ગુણો પર સારો એવો પ્રકાશ પાડયો હતો. તેના દાવા અનુસાર આમવાયું (વાત) દૂર કરવામાં પણ તજ અકસીર ઠરે છે. તજનો જે લોકો હંમેશા નિયમિત ઉપયોગ કરે છે તે સ્વસ્થ રહેતા હોવાનું પણ એક તારણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.