Abtak Media Google News

ઓપરેશન કલીન મનીના બીજા ચરણમાં ૫,૫૦,૦૦૦ કરતા વધુ લોકો કે જેમની આવકના પ્રમાણમાં સંપતિ વધુ છે

દેશને ભ્રષ્ટાચાર મુકત કરવા મોદી સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. હવે, નોટબંધી બાદ આઈટી રીટર્નને લઈને કરદાતાઓ પર સરકાર અને આવકવેરા વિભાગની બાઝ નજર છે. નોટબંધી દરમિયાનના ગાળામાં અને ત્યારબાદ ઠેર-ઠેર મોટાપાયે કાળુનાણુ ઝડપાયું છે. હવે, આઈટી અધિકારીઓએ એવા લોકોને રડારમાં લેવા યોજના બનાવી છે. જેઓએ આજ સુધી કયારેય આઈટી રીટર્ન ફાઈલ જ કરેલુ નથી.આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે વિભિન્ન સ્ત્રોતો દ્વારા મોટી સંખ્યામાં આંકડાઓ પ્રાપ્ત છે. જેમણે રીટર્ન જ ફાઈલ કર્યું નથી. આ જાણકારી સંપતિની ખરીદી માટે ઉપયોગમાં થનારી આવકના સ્ત્રોતની તપાસ કરવા એ જાણવામાં ઉપયોગી નિવડશે કે આ બેનામી માલિકો દ્વારા આયોજીત છે કે કેમ ?અધિકારીએ વધુમાં જણાવતા કહ્યું કે, હાલ તો, પ્રવર્તન કાર્યવાહી એવા સંપતિધારકો સામે જ કરવામાં આવશે તેની વિરુઘ્ધ ઠોસ સબુતો છે. ઘણા ખરા કેસોમાં એવું પણ છે કે, ખરીદેલી વસ્તુઓની ઘોષણા આવક કરતા વધારે હોય તો ઘણામાં એવું પણ છે કે, અત્યાર સુધીમાં કયારેય રીટર્ન જ ફાઈલ કર્યું ન હોય. ટેકસ અધિકારીઓની પાસે હવે એવા ઘટકોનું વિશ્ર્લેષણ કરવાની ક્ષમતા છે કે તેઓ જે ટેકસ ચોરી કરી રહ્યા છે. તેઓને ઓળખી કાઢી સખત કાર્યવાહી કરશે. આ ઉપરાંત ઓપરેશન કલીન મનીના બીજા ચરણના હિસ્સાના ‚પમાં ૫,૫૦,૦૦૦ કરતા વધુ લોકો એવા જણાયા છે કે જેમની આવકના પ્રમાણમાં સંપતિ મેચ થતી નથી. સરકારે મે, ૨૦૧૪માં ચુંટણીના વચન મુજબ દેશમાંથી કાળાધનને નાબુદ કરવા એક વિશેષ માળખાની યોજના બનાવી હતી. જેના ભાગ‚પે નવેમ્બર-ડીસેમ્બર, ૨૦૧૬માં નોટબંધી કરાઈ. કાળાધનને હટાવવાની એક ઝુંબેશના ભાગ‚પે મોદી સરકારે એક વિશેષ યોજના બાદ એક વિશેષ તપાસ અધિકારીઓની ટીમ તૈયાર કરી અને ત્યારબાદ અચાનક ૮મી નવેમ્બરની મધરાતે ‚ા.૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટો પર પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો. કાળાધન વિરુઘ્ધ ‚ા.૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધીને ઉભી કરી દીધી. આવકવેરા વિભાગે ઓપરેશન કલીનમની શ‚ કરી મોટાપાયે બેનામી નાણુ જપ્ત કર્યું. જેમાં લગભગ ૧.૮ મીલીયન લોકો ઝડપાયા હતા. આવકવેરા વિભાગ હવે ઓપરેશન કલીનમનીના બે ચરણમાં સ્થળાંતરીત થઈ ગયું છે. જેમાં બેનામી સંપતિઓ પર કાર્યવાહીનો પણ ઉલ્લેખ છે. ઘી બેનામી પ્રોપર્ટીઝ (પ્રોહિબીશન) એકટ આવકવેરા અધિકારીઓને નાણા જપ્ત કરવા અને તેમની વિરુઘ્ધ મુકદમો ચલાવવાના અધિકારો પ્રદાન કરે છે. જેના ભાગ‚પે કાળાનાણાખોરીઓને તેમની સંપતિના મુલ્યના ૨૫ ટકા દંડ અને સાત વર્ષ સુધી જેલની સજા ફટકારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.