Abtak Media Google News

પીપાવાવથી ગુટખાના બે ક્ધટેનર કુવૈત પહોંચવાના હતા

દાણચોરી માટે ગુજરાતના પોર્ટ કુખ્યાત હોવાથી દેશભરના દાણચોરો ગુજરાત પોર્ટ પરથી દાણચોરી કરી રહ્યા છે ત્યારે જ પીપાવાવ પોર્ટ પરથી કુવૈતમાં પ્રતિબંધિત વિમલ ગુટખાના બે ક્ધટેનર રવાના કરવાના હતા. એક ક્ધટેનર હજુ પીપાવાવ પોર્ટ પર પહોંચે તે પહેલા જ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(ઉછઈં)અમદાવાદના અધિકારીઓને તેની બાતમી મળતા ઉછઈં ઇન્વેસ્ટિગેશન વિંગે તરત જ રૂપિયા ૩.૦૨ કરોડના ૫૦.૨૮ લાખ વિમલ ગુટખાના પાઉચ લઇ જતા ક્ધટનેરને ઝડપી લીધું હતું. તપાસ દરમિયાન આ ગુટખા દાણચોરીનો કિંગપીન સલીમ દોલા દિલ્હી ખાતેની ઓફિસે હોવાથી દિલ્હીના અધિકારીઓની મદદથી સલીમ અને તેના એજન્ટ સંજય પ્રભાકરને પણ ઝડપી લેવાયો હતો. તેમની પૂછપરછમાં એક ગુટખા ભરેલું ક્ધટેનર પીપાવાવ પોર્ટ પર પહોંચી ગયું હોવાની માહિતી મળતાં જામનગર ઉછઈંએ ૪૨ લાખ પાઉચ ભરેલું ક્ધટેનર ઝડપી લીધું હતું. આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું તેની તપાસ હાલ ચાલી રહી છે. થોડા સમય પહેલા જ પોરબંદરના દરિયામાંથી ૪૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઘટના બાદ તમામ સેન્ટ્રલ એજન્સીઓ સક્રિય બની ગઇ હતી. ત્યારે જ અમદાવાદ ઉછઈં ઇન્ટેલિજન્સ વિંગને બાતમી મળી હતી કે પ્રતિબંધિત વિમલ ગુટખાનું ક્ધટેર પીપાવાવ પોર્ટ પર જઇ રહ્યું છે જે કુવૈત રવાના કરવામાં આવશે.ઉછઈંની ટીમે તરત જ ૩.૦૨ કરોડના વિમલ ગુટખા ભરેલું ક્ધટેનર ઝડપી લીધું હતું. જેની તપાસમાં એવી વિગતો મળી હતી કે વિમલ ગુટખા નવરંગ જ્વેલ એન્ડ એક્સપોર્ટ નામની ડમી કંપનીના નામે નિકાસ કરવામાં આવી રહ્યા હતા. જ્યારે કસ્ટમ્સ ડેકલેરેશનમાં પણ જુદા જ દસ્તાવેજો રજૂ કરવાના હતા.ગુટખાની દાણચોરીનો માસ્ટર માઇન્ડ સલીમ ઇસ્માઇલ દોલા ઘણા સમયથી કસ્ટમ્સની આંખમાં ધૂળ નાંખીને ગુટખાની દાણચોરી કરી રહ્યો છે. હાલ તે દિલ્હી સ્થિત કાંઝાવાલા ચોક ખાતેની તેની ઓફિસો હોવાની વિગતો મળતાં દિલ્હી ઉછઈંના અધિકારીઓની મદદથી તેને ઝડપી લેવાયો હતો. સલીમ દોલાની સાથે આ દાણચોરી માટે કસ્ટમ્સ ક્લિયરન્સું કામ કરતો એજન્ટ સંજય પ્રભાકર પણ ઉછઈંના હાથમાં આવી ગયો હતો. સંજ્ય પ્રભાકર ખોટા દસ્તાવેજો કસ્ટમ્સ સમક્ષ રજૂ કરી ગુટખાની દાણચોરી કૌભાંડમાં મદદરૂપ થતો હતો. દિલ્હીમાં ઉછઈંના અધિકારીઓએ સલીમ દોલા અને સંજયની પૂછપરછ કરતાં એવી વિગતો બહાર આવી હતી. કે અગાઉથી જ એક ક્ધટેનર પોર્ટ પર પહોંચી ગયું છે. તરત જ જામનગર ઉછઈંની ટીમને આ મેસેજ પાસ કરાતાં અધિકારીઓએ પોર્ટ પર પહોંચી જઇ વિમલ ગુટખાના ૪૨ લાખ પાઉચ કે જેની કિંમત રૂપિયા ૨.૫૨ કરોડ થાય છે તે ઝડપી લીધું હતું. આમ અમદાવાદ,દિલ્હી અને જામનગર ઉછઈંના અધિકારીએ પીપાવાવ પહોંચતા અને પીપાવાવ પહોંચેલા વિમલ ગુટખાના બે ક્ધટેનરો ઝડપી તેમાંથી ૯૨.૫૮ લાખ ગુટખાના પાઉચ કે જેની કિંમત ૫.૫૪ કરોડ થાય છે. તે કબજે લીધા હતા. હવે આ ગુટખાની દાણચોરી સલીમ દોલા અને તેની ટીમ કેટલા સમયથી કરી રહી છે અને તેમણે કેટલા ક્ધસાઇનમેન્ટ રવાના કરી દીધા છે / તેની તપાસ ઉછઈંએ શરૂ કરી છે. હાલ તેમને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની કવાયત ચાલી રહી છે.કુવૈતમાં ગુટખા પર પ્રતિબંધ છે માટે જ વિમલ સહિતના અન્ય ગુટખાના ત્યાં કાળા બજાર થાય છે અને ગુટખા પ્રીમિયમ ભાવે વેચાય છે. ગુટખાની દાણચોરીમાં ઝડપાયેલા સલીમ દોલા પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રૂપિયા ૫.૫૪ કરોડના ગુટખાના કુવૈતમાં કાળાબાજાર કરી રૂપિયા ૧૪ કરોડ ઊભા થવાના હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.