Abtak Media Google News

રાજય સરકારે યુવાનોને જ્ઞાનની વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર રાખવા સુદર્શનચક્રરૂપી ટેબલેટ આપ્યું છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ગુજરાતના યુવાઓને જ્ઞાનની વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર રહેવાનું આહવાન કરી કહ્યું હતું કે, ગુજરાતના યુવાનોના હામાં રાજ્ય સરકારે સુદર્શન ચક્રરૂપી ટેબલેટ આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતનો યુવાન ડીઝીટલ બન્યો છે. વર્લ્ડ ક્લાસ યુવાન કી ગુજરાત જ્ઞાની સમૃદ્ધ બનશે. મુખ્યમંત્રીએ રાજ્યની કોલેજોને ફ્રી વાઇફાઇ કરવાની આ તકે જાહેરાત પણ કરી હતી. ટેબલેટની સો યુવાનોને નિ:શુલ્ક ઇન્ટરનેટ સેવા પણ મળશે.

Hon.cm At Junagadh 13મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમના, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોને આજે નમો ઇ-ટેબલેટનું વિતરણ કર્યું હતું. જુનાગઢની અક્ષરવાડીના ગુણાતિત ભવનમાં હજારો યુવાનોને મુખ્યમંત્રીએ પ્રોત્સ્વાહિત કરતા કહ્યું કે, ગુજરાતનો એકપણ યુવાન તકી વંચિત નહીં રહે. યુવા સશક્તિકરણની દિશામાં ગુજરાતે ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના યુવા સશક્તિકરણના સ્વપ્નને ગુજરાત સાકાર કરશે. યુવાનોને રૂ.૧,૦૦૦ માં અનેક સુવિધા અને ફીચર્સ ધરાવતા ટેબલેટ આપવામાં આવી રહ્યા છે અને તેના માટે રાજ્ય સરકારે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરી છે. સરકાર માત્ર નારા આપીને સંતોષ માનતી ની પરંતુ અમલીકરણ કરીને વચન પાળે છે તે માટેના અનેક દાખલા મુખ્યમંત્રીએ આપ્યા હતા. ટેબલેટની સો ઇન્ટરનેટ પણ હોવું જોઇએ તેમ જણાવી મુખ્યમંત્રીએ વિર્દ્યાીઓ પાસેી આવનારી રૂ. ૩૦ કરોડની રકમ સરકાર રાખવા માગતી ની તેમ કહી આ રકમ યુવાનોને જ સમર્પિત કરી દેવાશે તેમ જણાવી રાજ્યની કોલેજોને ફ્રી વાઇફાઇ કરાશે તેવી જાહેરાત પણ કરી હતી.

Hon.cm At Junagadh 14મુખ્યમંત્રીએ કહ્યું કે, યુપીએના સમયમાં દેશમાં નિરાશા વ્યાપી હતી. ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન યા પછી દેશના નાગરિકોને ગૌરવ થાય તેવું વાતાવરણ ઉભું યું છે. એક સમય હતો દેશ માટે પ્રાણની આહૂતિ આપવાનો આ સમય દેશને ઉન્નતિના માર્ગે લઇ જવાનો છે તેમ કહી મુખ્યમંત્રીએ આપણે સૌ આ સમયમાં સહભાગી અને સાક્ષી બની રહ્યા છીએ તે અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ખેડૂતો માટે તાત્કાલિક વીજ જોડાણ,  રૂ.૧૦ માં શ્રમિકોને ભોજન, મહિલાઓનું કલ્યાણ, ગરિબો અને વંચિતોના કલ્યાણ માટે અનેક નિર્ણયો તેમજ ગરીબ અને સામાન્ય લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે તેમની પાસે જઇને સેવા સેતુ કી ૬૮ લાખ લોકોના પ્રશ્નોનો નિકાલ સહિતની બહુ આયામી યોજનાની માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર એમ ની માનતી કે અમે સર્વજ્ઞ છીએ માટે જ યુવાનોને લોક સમસ્યાના નિરાકરણમાં સહભાગી બનાવી હેકાોન પ્રોજેક્ટ કી યુવાનોના સૂચનો મંગાવાશે. રાજ્ય સરકાર એક સ્પર્ધા કરશે તેમા જોડાવા યુવાનોને આહવાન કરી કહ્યું કે, સમસ્યા માટે હવે વ્યા નહીં પરંતુ વ્યવસ ઉભી થશે.

આ તકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, યુવાનો ટેબલેટનો સદ્ઉપયોગ કરે. ઇ-લર્નિંગ અને ઇ-લાયબ્રેરી તેમજ સરકારની એપલીકેશન ડાઉનલોડ કરીને જ્ઞાની સમૃદ્ધ થાય તે માટે શીખ આપી હતી. યુવાનોની વસતી ૬૫ ટકા છે, યુવાઓમાં તાકાત અને જોમ છે તેમ કહી મંત્રીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોને વિકાસમાં ભાગીદાર બનાવી સ્ટાર્ટઅપ ઇન્ડીયા અને ન્યુ ઇન્ડીયાના શિલ્પી ગણાવ્યા છે.

કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાતના અગ્ર સચિવશ્રી અંજુ શર્માએ ટેબલેટ યોજનાની રૂપરેખા અને યુવાનોને મળનાર લાભ અંગેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી ચિમનભાઇ સાપરિયા, મંત્રી જશાભાઇ બારડ, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, મેયર આદ્યશક્તિબેન મજમુદાર, સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, અરવિંદભાઇ લાડાણી, પ્રદેશ અગ્રણી ભીખુભાઇ દલસાણીયા, જ્યોતીબેન વાછાણી, શશીકાંતભાઇ ભીમાણી, કુલપતિ મૈયાણી, કલેક્ટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુ.કમિશનર રાજપૂત તેમજ પદાધિકારીઓ, અગ્રણીઓ અને વિર્દ્યાીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.