Abtak Media Google News

વોર્ડ નં.4માં ગંદુ પાણી અપાતું હોવાથી ગંદા પાણીની બોટલ આપી

મહાપાલિકાના નવા ચૂંટાયેલા સભ્યોના ગઈકાલે મળેલા પ્રથમ બોર્ડમાં વોર્ડ નં.4માં વિતરણ કરાતા ગંદા પાણી અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણી સાથે ગાંધીગીરી કરી ગુલાબના ફૂલ સાથે ગંદા પાણીની બોટલ આપી શુદ્ધ પાણી વિતરણ કરવા માંગ કરી હતી.

મહાનગરપાલિકામાં સતા ઉપર ભાજપ આવ્યું છે. ત્યારે મેયર અને ડેપ્યુટી મેયરની વરણી પછી વોર્ડ ચારના કોગ્રેસના મહિલા કોરપોરેટર રચનાબેન નંદાણીયા સ્ટેજ ઉપર જઈને નવતર ગાંધીગીરી ગુલાબનું ફૂલ સાથે વોર્ડ ચારમાં જે પીવાનું પાણી મહાનગરપાલિકા વિતરણ કરે છે તેમાં ગંદુ અને દુર્ગધવાળું આરોગ્ય હાનીકારક આવે છે. તે પાણીના સેમ્પલ પણ નવનિયુક્ત મેયર બીનાબેનને અર્પણ કરેલ હતું. અને રચ્નાબેનની ગાંધીગીરી જોઇને મેયર કમિશ્રનર સહીત બધા સભ્યો ચકિત રહી ગયા હતા. શાસક ભાજપ પક્ષને સામે વિરોધ પક્ષ તરીકે મજબુત વિરોધના સભ્યો પણ હોવાનો પ્રથમ બોર્ડ બેઠકમાં પરિચય આપી દીધો હતો.

વિકાસમાં અમે સાથે રહીશું: વિપક્ષ

જામ્યુકોની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવક અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે, વિપક્ષ હમેશા શહેરના વિકાસમાં સત્તાધારી પક્ષ સાથે છે અને રહેશે. ગત 5 વર્ષમાં વિપક્ષને સાંભળવામાં આવ્યો નથી. મેયર કોઈ પક્ષના નહીં, પરંતુ સમગ્ર જામનગરના હોય છે. માટે અમારી રજૂઆતોને પણ ન્યાય મળે તેવી લાગણી વ્યક્ત કરી પક્ષ અને સંકલનથી પર રહી વિપક્ષની રજૂઆતને ન્યાય આપવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.