Abtak Media Google News

હમ કિસી સે કમ નહીં… રાજકોટ જિલ્લાના ગોંડલના બાર તેજસ્વી તારલાઓ વાડો કાય કરાટે ચૅમ્પિયનશિપમાં ચમક્યા છે. ગુજરાત વાડો કાય કરાટે એસોસિએશન દ્વારા જૂનાગઢ ખાતે ગત તારીખ 21ના રોજ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક કરાટે ચેમ્પિયનોએ ભાગ લીધો હતો. ગુજરાત કરાટે ચૅમ્પિયનશિપમાં ગોંડલનો દ્વિતીય રેન્ક આવ્યો છે. જેમાં કરાટે કોચ સનસઈ જીગ્નેશ આર ગોરીના ૧૨ વિદ્યાર્થીઓ ચમકી ઉઠ્યા છે અને ગોંડલની સાથે સાથે સમગ્ર સૌરાસ્ટ્ર પંથકનું નામ રોશન કર્યુ છે.

Screenshot 2 27

વાડો કાય કરાટે ચૅમ્પિયનશિપમાં રાજકોટ જિલ્લાના ગોંડલના બાર તેજસ્વી તારલાઓમાં પ્રથમક્રમે ક્રિશ વિરડીયા ત્યારબાદ હિત કલોલા, રાજવીબા ઝાલા, હિતીજ્ઞા જસાણી, દ્વિતીય ક્રમે વિશ્વજીત શાહ, તૃતીય ક્રમે દિગપાલ સિંહ ઝાલા, કૃણાલસિંહ સરવૈયા, આદિત્ય ઠાકર, ફરીદ મહમદ સાડેકી, માધવ સીગોધરા, હેમાંગી ફિચડીયા અને મૈત્રી સોનિયાએ આવી ગોંડલનું ગૌરવ વધાર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.