Abtak Media Google News

આવકવેરા કાયદા 1961માં નવી 234 એચ કલમ ઉમેરવામાં આવી જેમાં પાન-આઆધાર લીંક નહીં કરવા બદલ 1000ના દંડની જોગવાઈ

મોદી સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક વખત સમય મર્યાદા વધારી છે. હાલમાં 31 માર્ચ ડેડલાઈન છે. જો આ તારીખ સુધીમાં તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંગ નહીં કરાવો તો 1 એપ્રિલથી તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. એટલું જ નહીં ઇન્કમ ટેક્સ એકટ 1960 મુજબ રૂ. 1000નો દંડ પણ ભરવો પડી શકે.

મંગળવારે લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ ફાઈનાન્સ બિલ, 2021માં સરાકરે એક સંશોધન રજૂ કર્યં છે જે અંતર્ગત જો કોઈ વ્યક્તિનું આધાર સાથે પાન કાર્ડ લિંક નહીં કરાવે તો તેને 1000 રૂપિયા સુધીની લેટ ફી ભરવી પડી શકે છે.

તમામ ભારતીય નાગરિકોને નક્કી સમય પહેલા પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક કરાવાવના રહેશે. આમ ન કરવા પર રોકણ લેવડદેવડ માટે તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી પેંશન, વિદ્યાર્તી શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી વગેરેનો લાભ પણ નહીં મળે. આવકવેરા કાયદા 1961માં નવી 234 એચ કલમ ઉમેરવામાં આવી છે. તેમાં પાન-આઆધાર લીંક નહીં કરવા બદલ 1000ના દંડની જોગવાઈ છે.નિષ્ણાંતોના કહેવા પ્રમાણે 31 માર્ચ સુધીમાં આધાર-પાનનું લીંક નહી થાય તો સંબંધીત વ્યક્તિનું પાનકાર્ડ નિષ્ક્રીય થઈ જશે. અર્થાત નાણાકીય વ્યવહારમાં તેના પાનકાર્ડનો ઉપયોગ શકય નહી બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.