આઈટી રિટર્ન માટે હવે આધારકાર્ડ ફરજીયાત

aadhar card | government | income tax
aadhar card | government | income tax

૧લી જુલાઈથી નિયમનો અમલ કરાશે: પાનકાર્ડ માટે અરજી કરતા પહેલા આધારકાર્ડ મેળવવું પડશે

હવે જયારે તમે તમારું આવકવેરા રીટર્ન ભરશો ત્યારે તમારે આધાર નંબર ફરજીયાતપણે આપવો પડશે. જી હા, પાન – આઈટી રીટર્ન માટે હવે આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારે આજે આ સંદર્ભમાં લોકસભામાં પ્રસ્તાવ રજુ કર્યો હતો. તમામ કરદાતા માટે જ‚રી પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) મેળવવા માટે પણ આધાર નંબર તો આપવો જ પડશે. કેન્દ્રીય નાણાપ્રધાન અ‚ણ જેટલીના જણાવ્યાનુસાર જુલાઈ મહિનાથી આ નવો નિયમ અમલી બનાવવાની યોજના છે. આ સુધારાઓ ફાઈનાન્સ બિલના હોવાથી સરકારને તેને સંસદમાં પસાર કરાવવાની ચિંતા નથી.

કેન્દ્રીય નાણા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે ફાઈનાન્સ બિલ તે મની બિલ હોવાથી તેને ફકત લોકસભામાં જ પારિત કરાવવું પડે અને લોકસભામાં મોદી સરકાર પાસે બહુમતી હોવાથી મની બિલમાં આ એમેન્ડમેન્ટ એટલે કે સુધારાઓ aપસાર કરાવવામાં સરકારને કોઈ તકલીફ નહીં પડે. આગામી તારીખ ૧લી જુલાઈથી પાનકાર્ડ આધાર નંબર સાથે સંલગ્ન નહીં હોય તો તેવા સંજોગોમાં પાનકાર્ડને જ ગેરમાન્ય ગણવામાં આવશે.

આ સિવાય સરકારી કાયદા મુજબ જે સરકારી કર્મચારીઓના પગાર સીધા જ બેંકમાં તેમના ખાતામાં જમા થાય છે. તેમને પણ પગાર મેળવવા તેમજ ૫૦,૦૦૦ કે તેથી વધુની રકમ બેંકમાં જમા કરાવવા માટે પાનકાર્ડ ફરજીયાત છે. કાળાનાણાને અંકુશમાં લેવા સરકારે ફાઈનાન્સ બિલમાં ૪૦ સુધારા સુચવા છે. જેમાં મુખ્ય સુધારો ઈન્કમટેકસ રીટર્ન અને પાનકાર્ડ કઢાવવા માટે હવે આધારકાર્ડ હોવું ફરજીયાત બનાવી દેવાયું છે. લોકોએ ભલી ભાંતી નોંધી લે કે અગર તમે પાનકાર્ડ મેળવવાની અરજી કરતા હો અને તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમારે પાન પહેલા આધાર માટે અરજી કરવી પડશે. આ પ્રક્રિયા તમારે પહેલા કરવી પડશે.

બેંક ખાતુ ખોલવામાં અને કલ્યાણકારી યોજનામાં સબસીડી મેળવવામાં પણ આધાર જરૂરી છે.