Abtak Media Google News

કારોબારી ચેરમેનપદે પરસોતમભાઇ હીરાણી, બાંધકામ ચેરમેનપદે શોભનાબેન ગોંડલીયા અને શિક્ષણ ચેરમેનપદે ગીતાબેન ઠુંમરની નિમણુંક

બગસરા નગરપાલિકા માં સામાન્ય સભા મળી જેમાં ચીફ ઓફિસર નસીત ના અધ્યક્ષ સ્થાને તથા પ્રમુખ ઈન્દ્રકુમાર ખીમસુરીયા ની ઉપસ્થિતીમાં 55.47 લાખનું પુરાંત 20 21- 22 નું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં નગરપાલિકાના ઉપપ્રમુખ રાજુ ભાઈ ગીડા દ્વારા ભાજપના ચૂંટાયેલા તમામ સદસ્યો અને અલગ-અલગ હોદા વિવિધ સમિતીના ચેરમેન પદ ની જાહેરાત કરી વાંચી સંભળાવ્યું હતું જેમાં કારોબારી સમિતિ ના ચેરમેન પરસોત્તમભાઈ હિરાણી બાંધકામ સમિતિના ચેરમેન શોભનાબેન ગોંડલીયા શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન ઠુંમર પાણી પુરવઠા સમિતિના ચેરમેન ધનજીભાઈ કિકાણી આરોગ્ય સમિતિના ચેરમેન દીપકભાઈ ઘાડિયા ટાઉન પ્લાનીંગ સમિતિ ના ચેરમેન અરવિંદભાઇ નડિયા ધ રા લાઈટ સમિતિના ચેરમેન રેણુકાબેન બોરીચા આવા સમિતિના ચેરમેન મુક્તાબેન બાવળીયા બાલમંદિર અને મહિલા ઉત્કર્ષ સમિતિ ભાવનાબેન કણજારીયા તથા આપત્તિ અને વ્યવસ્થાપન સમિતિ ભરતભાઈ પાથર ડ્રેનેજ સમિતિ ભૂગર્ભ ગટર ના ચેરમેન હંસાબેન વેકરીયા બાગ-બગીચા સમશાન સમિતિના ચેરમેન ભાનુબેન મકવાણા પસંદગી સમિતિના ચેરમેન હંસાબેન માલવયા તથા ખેત ઉત્પન્ન બજાર સમિતિ બગસરા નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે જ્યોત્સ્નાબેન રીબડીયા ની નિમણૂક કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં મહેશભાઈ પરમાર કમલેશભાઈ જોશી હેડ કલાર્ક ખીમસુરીયા હાજર રહ્યા હતા આ ઉપરાંત કોંગ્રેસમાંથી ચૂંટાયેલ વોર્ડ નંબર 5 ના સદસ્ય અનિલભાઈ શેખ દ્વારા બગસરા ની દરરોજ સફાઈ થાય  તેમજ બગસરા  માં  ડંકી  બંધ હોય  તેને ચાલુ કરવા  ની  રજૂઆત  કરી અનેક વિવિધ પ્રશ્નો વિશે રજૂઆત કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.