Abtak Media Google News
  • લોકસભાની ચૂંટણી હોવા છતાં પ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા લેખાનુદાન નહીં પૂર્ણ બજેટ કરાશે રજૂ

ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી બજેટ સત્ર શરૂ થશે જે 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે એપ્રીલ મે માસમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. છતા ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાત  સરકાર  દ્વારા લોકસભાની ચૂંટણી વર્ષમાં પણ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. કાલથી બજેટ સત્રનોઆરંભ થઈ રહ્યો હોય અને 27મીએ રાજયસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની હોયઆજે સાંજે ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યોની એક બેઠક યોજાશે જેમાં બજેટ સત્ર સહિતની બાબતો અંગે ધારાસભ્યોને માહિતી આપવામાં આવશે અને સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા માટે એક લીટીમાં આદેશ આપવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.

આવતીકાલથી શરૂ થતું ગુજરાત  વિધાનસભાનું બજેટ સત્ર 29 દિવસ અર્થાત 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે લોકસભાના ચૂંટણી વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા અગાઉ પૂર્ણ બજેટ આપવાના બદલે વચગાળાનું બજેટ અર્થાત લેખાનુદાન આપવામાં આવતું હતુ. છેલ્લી ચાર ચૂંટણી એટલે કે 2004, 2009, 2014 અને  2019 સહિત રાજય સરકાર દ્વારા કુલ 24 વખત લેખાનુદાન રજૂ કરવામાં આવ્યું છે. આગામી એપ્રીલ-મે માસમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી વર્ષમાં આ વખત ગુજરાત સરકાર દ્વારા પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી  કનુભાઈ દેસાઈ આગામી ગુરૂવારે વિધાનસભામાં વર્ષ 2024-2025નું પૂર્ણ બજેટ રજૂ કરવામાં  આવશે. ઈ.વિધાનસભામાં પ્રથમવાર ઈ.બજેટ રજૂ કરવામાં આવે તેવી શકયતા હાલ દેખાય  રહી છે.

The Budget Session Of The Gujarat Legislative Assembly Will Begin From February 1, The Budget Will Be Presented
The budget session of the Gujarat Legislative Assembly will begin from February 1, the budget will be presented

નાણામંત્રી તરીકે અગાઉ કનુભાઈ દેસાઈ વર્ષ 2022-2023  અને   વર્ષ 2023-24 માટે એમ બે વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. ગુરૂવારે તેઓ નાણામંત્રી તરીકે પોતાના કાર્યકાળનું ત્રીજુ બજેટ રજૂ કરશે.લોકસભાની આગામી ચૂંટણીમાં સતત ત્રીજી વખત ગુજરાતની તમામ 26  બેઠકો ફતેહ કરવાના ઈરાદા સાથે બજેટમાં  કેટલીક આકર્ષક યોજનાઓ જાહેર કરવામાં આવશે. બજેટમાં ગુજરાતની  જનતા પર નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના નહિવત છે. સાથે સાથે ખેડુત, ગૃહિણી, વેપારી, વિધાર્થીઓ અને યુવાનો માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. રાજયની આઠેય  મહાપાલીકાને વિકાસ કામો માટે  માતબર રકમની ફાળવણી કરવામાં  આવે તેવી  અટકળો પણ ચાલી  રહી છે.

ભાજપના ધારાસભ્યોની સાંજે બેઠક

ગુજરાત વિધાનસભા આવતીકાલે 29 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે. દરમિયાન આગામી 27મી ફેબ્રુઆરીનાં રોજ રાજયસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજવાની છે. ત્યારે આજે  સાંજે ભાજપના તમામ 156 ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ  બેઠક મળશે જેમાં ધારસાભ્યોને બજેટ સત્રમાં ચર્ચામાં ભાગ લેવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. રાજયસભાની ચારેય બેઠકો ભાજપને ફાળે આવે તેટલું સભ્ય સંખ્યા બળ હોવા છતાં ભાજપ કોઈ જ જોખમ ઉઠાવવા માંગતું નથી. ધારાસભ્યોને  આગામી 27મી જાન્યુઆરી સુધી ગાંધીનગર હેડ કવાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.