Abtak Media Google News

Table of Contents

  • શિક્ષણ વિભાગ માટે કુલ ` ૫૫,૧૧૪ કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ `૪૩૭૪ કરોડની જોગવાઇ

  • જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

ગુજરાત ન્યૂઝ

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

• સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા `૧૨૫૦ કરોડની જોગવાઇ.
• ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે `૨૫૦ કરોડની જોગવાઇ.
• મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે `૩૦૦૦ કરોડની જોગવાઇ.
• હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને `૧૩૦ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્‍સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી ૧૨ ના અંદાજિત ૧ લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે `૨૬૦ કરોડની જોગવાઇ.
• વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત `૧૪૦૦ કરોડની જોગવાઇ.

શિક્ષણ વિભાગ માટે કુલ ` ૫૫,૧૧૪ કરોડની જોગવાઇ

સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે ૧૫ હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. ૬૫ હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા ૪૫ હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે.

વધુમાં ૬ હજાર શાળાઓમાં ૧ લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે જ્યારે બીજી ૧૫ હજાર શાળાઓમાં ૨ લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. ૧૬૨ નવી સરકારી માધ્યમિક શાળા તથા ૧૦ RMSA  માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.

પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪ની બજેટ જોગવાઇમાં `૧૧,૪૬૩ કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે `૫૫,૧૧૪ કરોડ કરવામાં આવી છે.

આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત ૫૦૦૦ થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે `૨૬ કરોડની જોગવાઇ.

-મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ `૧૩૪ કરોડની જોગવાઈ.
– કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે `૩૫ કરોડની જોગવાઇ.
-આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત ૫૦૦૦ થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે `૨૬ કરોડની જોગવાઇ.
– માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા `૧૭ કરોડની જોગવાઈ.
-આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્‍સરી શરૂ કરવા માટે ડોકટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે `૧૩ કરોડની જોગવાઇ.
– સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે `૧૩ કરોડની જોગવાઇ.
-આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેન્‍ક લોન પર સહાય આપવા માટે `૬ કરોડની જોગવાઇ.

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ `૪૩૭૪ કરોડની જોગવાઇ

-આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ ૮૩૭ જેટલી શાળાઓના અંદાજિત ૧ લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે `૭૩૫ કરોડની જોગવાઈ.
– અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા `૫૮૪ કરોડની જોગવાઈ.
– આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે `૫૩૯ કરોડનું આયોજન.
-સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના ૭૦ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા `૨૬૯ કરોડની જોગવાઈ.
– સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે `૨૫૫ કરોડની જોગવાઇ.
-પ્રિ-મેટ્રિકના આશરે ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા `૧૭૬ કરોડની જોગવાઈ.
– દૂધ સંજીવની યોજના અંતર્ગત `૧૫૦ કરોડની જોગવાઇ.
– ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
-અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત ૩૯૦૦ વિદ્યાર્થીઓ માટે `૨૩ કરોડની જોગવાઇ.
– ધો.૯ માં અભ્યાસ કરતી અંદાજે ૩૯ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા `૨૧ કરોડની જોગવાઈ.
-ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા `૧૪ કરોડની જોગવાઈ.
– રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે `૬ કરોડની જોગવાઈ.

અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ

-રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો

-ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન

-અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે

-બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ

-અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે

-અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ

-ઊર્જા અને પેટ્રો કેમિકલ માટે 8423 કરોડની જોગવાઈ

જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

-ST વિભાગ 2500 નવી બસો ખરીદશે

-નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ

પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો

-જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

-1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે

-સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ

-અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે

-કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ

ગૃહ વિભાગ માટે કુલ રૂ. 10, 378 કરોડની જોગવાઈ

-ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂ. 9228 કરોડની જોગવાઈ

-વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડની જોગવાઈ

-કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. 1163 કરોડની જોગવાઈ

-ગૃહ વિભાગ માટે કુલ રૂ. 10, 378 કરોડની જોગવાઈ

-કાયદા વિભાગ માટે કુલ રૂ. 2559 કરોડની જોગવાઈ

-મહેસુલ વિભાગ માટે કુલ રૂ. 5195 કરોડની જોગવાઈ

-સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. 2239 કરોડની જોગવાઈ

-માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 384 કરોડની જોગવાઈ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ

જળસંપતિ પ્રભાગ માટે કુલ રૂ. 11, 535 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂ. 6242 કરોડની જોગવાઈ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. 2421 કરોડની જોગવાઈ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ

પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 12, 138 કરોડની જોગવાઈ

-પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 12, 138 કરોડની જોગવાઈ

-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ. 21, 696 કરોડની જોગવાઈ

-ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. 8423 કરોડની જોગવાઈ

-માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. 22, 163 કરોડની જોગવાઈ

-બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ. 3858 કરોડની જોગવાઈ

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.