Abtak Media Google News

સ્માર્ટફોન બ્રાન્ડ POCO ટૂંક સમયમાં ભારતમાં મિડ રેંજના POCO M3Pro 5G ફોન લોંચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સ્માર્ટફોન M2103K19PG મોડેલ નંબર સાથે BIS અને FCC સર્ટીફીકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. પેહલા Xiaomi નો Redmi Note-10 5G સ્માર્ટફોનને M2103K19PG મોડેલ નંબર સાથે FCC સર્ટીફીકેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

POCOનો પહેલો 5G ફોન

POCO કંપની તેનો પહેલો 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરશે. POCO M3 Proની કિંમત વિશે વાત કરીએ તો આ ફોનની કિંમત Note-10 5Gની કિંમત કરતા થોડી વધારે હોવાની અપેક્ષા છે. Note-10 5Gની કિંમત 14,590 રૂપિયા જેટલી છે.

POCO M3 Pro 5Gમાં નવું શું હોય શકે

FCCના એહવાલ મુજબ, આ સ્માર્ટફોન MIUI 12, બ્લૂટૂથ 5.1 અને 22Wના ઝડપી ચાર્જિંગ સિસ્ટમ સાથે બહાર પાડવામાં આવશે. POCO M3 Pro 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચનો IPS LCD ડિસ્પ્લે હોય શકે. આ સ્માર્ટફોન મીડિયાટેકની Dimensity 700 ચિપસેટ અને 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.