Abtak Media Google News

4G, 5Gના યુગમાં માતાG-પિતાG જેટલો મોટો કોઈ G નથી, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એક વાક્યમાં ઘણું કહી દીધું

અત્યારનો જમાનો ટેકનોલોG છે. ટેકનોલોGના અભરખામાં અત્યારના યુવાનો પોતાની સંસ્કૃતિથી દુર જઇ રહ્યા છે. અગાઉ પશ્ચિમી કલચરથી લોકો અજાણ હતા. પણ જેવો ટેકનોલોGનો યુગ આવ્યો લોકો પશ્ચિમી કલચરથી નGક આવવા લાગ્યા છે.

ટેકનોલોGની ઝડપ પર યુવાનોની વધતી નિર્ભરતા અને સાથે જ તેમના પ્રત્યે વધતા આકર્ષણની વચ્ચે દેશને સસ્તા ડેટાના યુગથી પરિચય કરાવનારા મુકેશ અંબાણીએ સમાજને એક મોટી શીખ આપી છે. તેમણે કહ્યુ કે સમાજમાં યુવાનો માટે 4G કે 5G કરતા ખાસ તેમના માતાG અને પિતાG છે.

ઝડપી ગતિના Gવનમાં પરિવારને ભૂલવાના વધતા ચલણ વચ્ચે અંબાણીએ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના 10 માં દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને શીખ આપી છેરિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ અનુસાર ભલે દીક્ષાંત સમારોહનો દિવસ વિદ્યાર્થીઓનો દિવસ છે પરંતુ તમારા માતા-પિતા આ દિવસની ખૂબ રાહ જોઈ રહ્યા હોય છે. આ તેમના Gવનનું સપનુ હોય છે. તેથી બાળકોએ પોતાના માતા-પિતાના ત્યાગને ભૂલવો જોઈએ નહીં.

તેમણે કહ્યુ કે યુવાન હાલ 5Gને મુદ્દે ખૂબ ઉત્સાહિત છે પરંતુ માતાG અને પિતાG કરતા મોટુ કોઈ ’G’ નથી. મુકેશ અંબાણી પંડિત દીનદયાળ યુનિવર્સિટીના સંચાલક મંડળના અધ્યક્ષ છે.

મુકેશ અંબાણીએ જે એક વાક્ય કહ્યું તેમાંથી યુવાનોએ ઘણું શીખવા જેવું છે. તમે ટેકનોલોGના સહારે ભલે ગમે ત્યાં પહોંચી જાવ. પણ તમારી સંસ્કૃતિ સાથે રહેવું આવશ્યક છે. ખાસ તો આ દુનિયામાં તમારું અસ્તિત્વ જેના થકી છે તે તમારા માતા પિતા મારા માટે સૌથી મહત્વના જ હોવા જોઈએ. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ કહ્યુ કે ભારતની અર્થવ્યવસ્થા 2047 સુધી 13 ગણી વધીને 40,000 અરબ ડોલર પર પહોંચી શકે છે. ભારત અત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વર્તમાનમાં માત્ર અમેરિકા, ચીન, જાપાન અને જર્મની કરતા પાછળ છે. તેમણે કહ્યુ અમૃત કાળ દરમિયાન દેશ આર્થિક વિકાસ અને અવસરોમાં એક અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળશે. સ્વચ્છ ઉર્જા, જૈવ-ઉર્જા અને ડિજિટલ ક્રાંતિ જેવી ત્રણ મહત્વપૂર્ણ ક્રાંતિ આગામી દાયકાઓમાં ભારતની આર્થિક વૃદ્ધિની અધ્યક્ષતા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.