Abtak Media Google News

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સ્થિતિ બેકાબુ બનતા 30મી એપ્રીલ સુધી જનતા કફર્યું લાદી દેવામાં આવ્યું છે. આવી ભયાવહ સ્થિતિમં મહારાષ્ટ્રમાં કોરોનાની ચેઈન તોડવા ઈ-કોમર્સ ક્ષેત્ર પણ હરકતમાં આવી ગયું છે. ફલીપકાર્ટ અને એમેઝોન તેમજ રિલાયન્સ જીઓ માર્ટએ જીવન જરૂરીયાત સિવાયની ચીજ વસ્તુઓનાં ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે. અને લોકોને આવશ્યક હોય તેવી ચીજ વસ્તુઓનાં ઓર્ડર ઝડપી પૂરા પાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રી દ્વારા નાસકોમ, એફઆઈસીસીઆઈ, સીઆઈઆઈને રજુઆત કરાઈ હતી. મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયને પત્ર લખી જાણ કરવામાં આવી છે. જે રાજયોમાં કેસ વધી જઈ રહ્યા છે. તેવા તમામ સ્થળોમાં આ પ્રકારે ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રી દ્વારા નિર્ણય લેવાય તો કોરોનાને કાબુમાં લેવામાં મોટીમદદ મળી શકે છે. કારણકે, હોમડીલવરી કરવા આવતા ડીલવરી બોયઝ અને અન્ય ચીજ વસ્તુ મારફત કોરોના ફેલાઈ શકે છે. ડીલવરી સ્થળેથી પણ આ કર્મીઓને સંક્રમણ લાગી શકે છે. આથી આ પ્રકારનો ઈ-કોમર્સનો નિર્ણય ઘણા અંશે કોરોનાની ચેઈન તોડવામાં મદદ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.