Abtak Media Google News

અત્યારે પૈસા દેતા પણ બેડ, ઓક્સિજન નથી મળતા એવી સ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જસદણમાં વિનામૂલ્યે ઓક્સિજન બેડ, દવા, સારવાર, ભોજન સહિતની તમામ વ્યવસ્થા  આપતી કોવિદ હોસ્પિટલ  બાર દિવસ પહેલા શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં કુલ 264 દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી કુલ  188 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ માનવતા દાખવી જસદણ વિંછીયા વિસ્તારની પ્રજા સાથે કોવિડની સ્થિતિમાં ઉભા રહેવા જસદણ ખાતે દેવશીભાઇ છાયાણીની હીરાની ફેકટરીમાં ઓક્સિજન, દવા, સારવાર, ભોજન સહિતની તમામ વ્યવસ્થા અને સારવાર વિનામૂલ્યે આપતી કોવિદ સારવાર હોસ્પિટલ  શરૂ કરી હતી.  છેલ્લા 12 દિવસમાં આ હોસ્પિટલમાંથી 188 દર્દીને ઓક્સિજન સહિતની સારવાર આપીને સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. વિંછીયાના મમતાબેન કીર્તિભાઈ જસાણીએ રજા આપ્યા બાદ જણાવ્યું હતું કે મારો  ઓક્સિજન લેવલ ઘટવા સાથે  તકલીફ હતી.

J 1

જસદણ કે રાજકોટ કોઈ પણ જગ્યાએ સરકારી કે ખાનગીમાં ક્યાંય પણ જગ્યા હતી નહિ ત્યારે ડો. ભરતભાઈ બોઘરાએ આ હોસ્પિટલ શરૂ કરતાં ખુબજ સારી સારવાર મળી હતી. હું સ્વસ્થ થતા મને રજા આપવામાં આવી છે. રજા આપતી સમયે વિરનગરના અંજનાબેન ભૂપતભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે અત્યારે પૈસા દેતા પણ કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી ત્યારે ડો. બોઘરા સાહેબે આ હોસ્પિટલમાં મફતમાં શ્રેષ્ઠ સારવાર આપી સ્વસ્થ કરી રજા આપવામાં આવી છે. અહી ડો. પંકજભાઈ કોટડીયા, ડો. કેતનભાઈ પટેલ સહિતની ટીમ ખુબ જ સારી સેવા આપી રહી છે.

ઇશ્વરીયાના રોહિતભાઈ રાઘવભાઈ મારકણા, જસદણના મુશતનસીન અબ્બાસભાઈ ધનકોટ, કેયુર ઢોલરિયા સહિતના અનેક દર્દીએ અહી સારવાર બદલ  સંતોષ વ્યક્ત કરી સેવા ભાવનાને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહી ઓક્સિજન વ્યવસ્થા વાળા પચાસ બેડ અને કોવિદ કેર માટે પચાસ બેડ છે. દરેક બેડ સુધી ઓક્સિજન લાઈન પણ છે. નરેશભાઈ દરેડ, ગીરધરભાઇ ભુવા, રમેશભાઈ હીરપરા, સંજયભાઈ વીરોજા, અલ્પેશભાઈ રૂપારેલિયા, નીતિનભાઈ ચોહલિયા, અમિતભાઈ ત્રિવેદી, જીગ્નેશભાઈ હીરપરા, રાજ રામાણી, કિશોરભાઈ ચૌહાણ, જીવણભાઈ પરમાર સહિતના યુવાનો જીવની પરવા કર્યા વગર સેવા આપી રહ્યા છે.­­­

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.