Abtak Media Google News

કુદરતનો કહેર જયારે વરસેને ત્યારે તેને રોકવા કોઈ તાકાત કામ નથી આવતી. આવી જ કઈ હાલત ભારત દેશની છે. એક બાજુથી કોરોનાએ કહેર મચાવ્યો છે, તો બીજી બાજુ કુદરતી આફત જેવી કે ભૂકંપ, કમોસમી વરસાદ, વાવાઝોડું વગેરે. આવી જ એક કુદરતી આફત કચ્છના ધોળાવીરા અને આસામમાં જોવા મળી છે.

કચ્છના ધોળાવીરામાં 3.5ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. મોટા આંચકા અનુભવાતા લોકો રીતસરના ડરી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા.

કચ્છના ધોળાવીરામાં મોડીરાત્રે 4:19 કલાકે 1.1ની તિવ્રતાનો આંચકો દૂધઈથી 16 કિ.મી. દૂર નોર્થ-ઈસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ વહેલી સવારે 6:34 કલાકે કચ્છના ધોળાવીરાથી 23 કિ.મી. દૂર 3.5ની તિવ્રતાનો આંચકો વેસ્ટ-સાઉથ ખાતે અનુભવાયો હતો. આ આંચકાની તિવ્રતા વધુ હોવાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ ઉપરાંત આસામના સોનીતપુરમાં આજે સવારે 7.51 વાગ્યે 6.4ની તીવ્રતાના ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. એટલા નસીબ સારા છે કે, ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. આસામ સાથે બંગાળ અને બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે આસામના CM સર્બાનંદ સોનોવાલ સાથે વાત કરી છે અને ખાતરી આપી છે કે કેન્દ્ર દ્વારા તમામ શક્ય મદદ કરવામાં આવશે.

 


મળતી માહિતી અનુસાર આસામમાં અડધા કલાકમાં ત્રણ આંચકા અનુભવાયા હતા. આમાં પ્રથમ 6.4 ની તીવ્રતાનો ભૂકંપ હતો. ત્યારબાદ સવારે 7.58 વાગ્યે 4.3ની તીવ્રતાનો અને 8.01 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ટ્વિટ કરી કહ્યું છે કે, ‘તેઓ હવે ભૂકંપગ્રસ્ત જિલ્લાઓ વિશે માહિતી લઈ રહ્યા છે. બધા સુરક્ષિત રહે તેવી આશા રાખી છે.

 


આસામના મંત્રી હિમત બિસ્વાએ ભૂકંપને કારણે ગુવાહાટીમાં ઇમારતોને થયેલા નુકસાનની કેટલીક તસવીરો ટ્વીટ પર શેર કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.