Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટની ગૌરવશાળી પરંપરાને ધ્યાને લઈ ન્યાયોચિત નિર્ણય કરવા માંગ

રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રીઓ સર્વશ્રી પ્રવીણભાઈ વસાવડા;અનિલભાઇ દેસાઈ;મહર્ષિ ભાઈ પંડ્યા;આર.એમ. વારોતરિયા;લલિતસિંહ જે. શાહી;જગદીપભાઈ દોષી એ ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જસ્ટિસ ને  એક સંયુક્ત પત્ર પાઠવીને  એવી રજૂઆત કરેલ છે.  કોવીડ-19 ની  પ્રવર્તમાન સ્થિતિ માં ગુજરાત ના મોટાભાગ ની જનસંખ્યા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થયેલ છે. છેલ્લા 13 માસ થી કોવીડ-19 ની સ્થિતિ ના કારણે ગુજરાત ના તમામ કોર્ટો લાંબા સમયથી કાર્યરત થઈ શકી નથી. કોર્ટમાં ન્યાયાધીશ; કોર્ટના કર્મચારીઓ; વકીલો સહીત સૌ કોવીડ-19 ની મહામારીમાં સંક્રમિત થાય છે.  અને આ સંક્રમણ ની આ પ્રક્રિયા માં તબીબી સારવાર દરમિયાન અવસાન પામ્યા હોય તેવી સંખ્યા પણ નોંધપાત્ર છે.

ગુજરાત ના ન્યાયતંત્ર દ્વારા ન્યાયાધીશ અને કોર્ટના કર્મચારીઓ માટે  કોવીડ-19  ની સારવાર માટે અગ્રીમતા આપવા અને તે મુજબની વ્યવસ્થા માટે ગુજરાત સરકાર ને પત્ર લખીને સૂચન કરેલ છે. અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત ના ન્યાય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે અગ્રિમતા રાખવા માટે  તમામ  જિલ્લા મથકો અને તાલુકા મથક ઉપર ની હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા સૂચના આપ્યાના લેખિતમાં આદેશ કરવામાં આવેલ છે.

રાજકોટના આ સીનીયર ધારાશાસ્ત્રી ઓ વિશેષ માં જણાવ્યુ હતું કે  બંધારણ માં સૌ નાગરિકો ના સમાન હક્કો ધારણ કરે છે. ત્યારે ગુજરાત ની કોર્ટો અને તેના કર્મચારીઓ   લાંબા સમયથી કોર્ટો બંધ હોવાથી  તેમના માટે  કોવીડ-19 ની સારવાર માટે અગ્રિમતા રાખવા ની ન્યાયતંત્ર  માટે વ્યાજબી નથી.  કાયદાના રક્ષકો જેનું મૂળભૂત કાર્ય  નાગરિકો ના અધિકાર ના રક્ષણ કરવાનું છે. ત્યારે એ પોતાના માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યાજબી છે? અને આ વ્યવસ્થા ની અપેક્ષા  ન્યાયતંત્ર માટે સારા સંકેત ના દર્શન કરાવતી નથી.

તેથી આ બારામાં અમો એવી અપેક્ષા રાખીએ છીએ કે આપ ગુજરાત હાઇકોર્ટે ની ગૌરવ શાળી ઉચ્ચ પરંપરા ને ધ્યાનમાં લઈને ન્યાયોચિત નિર્ણય કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.