Abtak Media Google News

જામનગર નાગરચકલા સરા ના કુવા વાળી શેરીમાં રહેતો તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા પોતાના રહેણાક મકાને આઇપીએલ 20-20 કિક્રેટ ટુનામેન્ટની મેચો ટીવી ઉપર નીહાળી મોબાઇલ ફોનથી રન ફેર, બેટીંગ, વીકેટ, સેસન તથા મેચના હારજીતના પરીણામ અંગે ક્રિકેટનો કંટ્રોલ રૂમ ચલાવે છે, અને હાલ આ ક્રીકેટનો સટ્ટો રમવાનું ચાલુ છે જે હકીકતના આધારે ઉપરોકત્ત સ્થળે દરોડો પાડતા.તુષાર ઉર્ફે રાજુ હરીહર પંડ્યા (ઉ.વ.-59 ધંધો- ટ્યુશન ક્લાસ રહેવાસી- સરા નો કુવો નાગર યકલો જામનગર. અનીલ અર્જુનભાધ દુલાણી (ધંધો- વેપાર રહેવાસી સુંદરમ કોલોની પુષ્કર એપાર્ટમેન્ટ બીજા માળે રૂમ ન.20ર નેશનલ કોલેજ પાછળ ચકલો જામનગર. સુરેશ ઉર્ફે એસ.એસ. રીજુમલ કુકડીયા(ધંધો- બકાલાનો વેપાર રહેવાસી જોલી બંગલા દિપ્લોટ શેરી નં.66 ની બાજુમા લીલાશાહ ધર્મશાળા જામનગર)ને ઝડપી લેવાયા હતા. આ દરોડામાં રોકડા રૂા.36000/- તથા ક્રીકેટનુ સાહીત્ય ટીવી/સેટટોપ બોક્ષ તથા મોબાઇલ કુલ રૂ-61000/ ના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ઉપરોકત્ત ત્રણ ઇસમ સાથે મોબાઇલ ઉપર ક્રિકેટનો જુગાર રમતા કુલ 16 ઇસમને ફરારી જાહેર કરવામાં આવેલ છે.ઉપરોકત્ત ત્રણેય ઇસમને પો. સબ ઈન્સ. એ.એસ.ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરી જામનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના  પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણન તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા ડાંગરનાઓએ  કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.