Abtak Media Google News

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોનાનો બીજો વેવ અતિ ગંભીર છે ત્યારે કોરોના સંક્રમણને ફેલાતો રોકવા સરકાર, તંત્ર ડોક્ટરો, મેડિકલ સ્ટાફ પેરામેડીકલ, સ્ટાફ સહિતના રાત-દિવસ જોયા વગર અથાક પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે રાજકોટની જાણીતી સીનર્જી હોસ્પિટલ છેલ્લા સવા વર્ષની કોરોનાની દર્દીઓની સારવાર કરી રહ્યાં છે, સીનર્જીના ડોક્ટરો ડર્યા વગર અડીખમ રહી અંદાજે 5000 થી વધુ દર્દીઓની સારવાર કરી હતી અને હજુ પણ થાક્યા વગર સતત દર્દીઓની સારવાર કરી રહ્યાં છે

આઇસીયુ સિવાયના ડોકટરોએ અથાગ મહેનત કરી સારવાર અને સેવા આપેલ:
ડો. જયેશ ડોબરીયા, સિનર્જી હોસ્પિટલ

Vlcsnap 2021 05 10 15H47M50S165

અબતક સાથે ની વાતચીત દરમિયાન સીનર્જી હોસ્પિટલ ના ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. જયેશ ડોબરીયા એ જણાવ્યું હતું કે.છેલ્લા સવા વર્ષ થી અમારી ટીમે તેમાં પણ પ્રથમ વેવમાં   ડર્યા વગર  કોરોના ના દર્દીની સારવાર કરી તેમને સાજા કરેલ છે.શરૂઆત માં અમે સીનર્જી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ માં સારવાર આપતા.ત્યારબાદ સરકારની ગાઈડલાઈન મુજબ અમે પ્રથમસ્ટાર કોવિડ હોસ્પિટલ શરૂ કરી. 40 બેડની કરી જેમાં10 બેડ આઇસીયું તથા બધા જ બેડ આઇસીયું વાળા ઉપલબ્ધ છે.તથા હોમકેર માટે પ્રાઇવેટ માં શરૂ કરી જેમાં 1200 જેટલા પેશન્ટ ને સાજા કર્યા છે . પેટરીયા કોવિડ કેર સેન્ટર માં 1500 થી વધુ દર્દી ઓ ને સાજા કરેલછે. બીજા લહેર માં અમૃત ઘાયલ હોસ્પિટલમાં 100 બેડ ની વ્યવસ્થા કે જેથી વધુ માં વધુ દર્દીઓ ની સારવાર કરી સ્કી તેમને સાજા કરી  શકી.

અમારી સીનર્જી  ના આઇસીયું સિવાય ના ડોકટરોએ અથાક મહેનત કરી સારવાર અને સેવા આપેલ .અમારી ટિમ સવા વર્ષ થી અડીખમ ઉભી છે થાક્યા હાર્યા વગર સતત સારવાર કરી રહ્યા છે. જેથી મને મારી ટિમ પર ગર્વ છે.તેઓ ના સાથ સહકાર થી બધા જ દર્દી ને ભેગા કરીયે તો5000 થી વધુ દર્દીઓની સારવાર આપી શક્યા છીએ.હવે દિવસે ને દિવસે કેસો માં ઘટાડો થઈ રહ્યો છે.આશા રાખીએ કે આગળ ના દિવસો માં કોરોના કેસો ઘટે અને લોકો નોર્મલ લાઈફ જીવતા થઈ જાય.સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરી માસ્ક પહેરી કોરોના ને હરાવીએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.