Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૫ દિવસ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે સૌરાષ્ટ્રમાં ફક્ત વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. બનાસકાંઠા સહિતના વિસ્તારમાં ક્યાંક છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જો કે, સૌરાષ્ટ્રમાં અસહ્ય બફારાનો લોકોએ અનુભવ કર્યો હતો અને રાજકોટનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું ૪૧.૭ ડિગ્રી નોંધાયું હતું.

Advertisement

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ૫ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અને કાલે સુરેન્દ્રનગર, અમદાવાદ, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં ૨ દિવસ હળવોથી ભારે વરસાદ પડે તેવી પૂરી શકયતા છે.

વાવાઝોડા બાદ હવે પ્રિ-મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેને લઈને અમુક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે આજે રાજકોટનું મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૭ ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું.

જ્યારે પવનની ગતિ ૧૮ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે હતી. સવારે ભેજનું પ્રમાણ ૭૦ ટકા ઉપર અને સાંજ થતાંની સાથે જ ભેજનું પ્રમાણ ૩૦ ટકા નીચે રહેવા પામે છે. બીજીબાજુ સૌરાષ્ટ્રમાં આગામી ૪ થી ૫ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ વધારો નહીં થાય. તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી આસપાસ જ રહેશેે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.