ફૂલો કા તારો કા સબ કા કેહના હે…એક હજારો મેં મેરી બેહના હે સારી ઉંમર હમે સંગ રહેના હે. બોલીવૂડ ફિલ્મ હરે રામ હરે કૃષ્ણ (દેવ આનંદ, મૂમતાઝ, ઝીન્નત અમાન)નું આ ગીત ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક બની ગયું છે.બોલીવુડના રીઅલ ભાઈ બહેન સંજય દત્ત અને પ્રિયા દત્તની ઉપરોકત તસવીર જોઈને આ ગીત જ યાદ આવે તેમાં નવાઈ પામવા જેવું નથી. તસવીરમાં પ્રિયા તેના ભાઈ સંજુ એટલે કે સંજય દત્તને પ્રેમથી જમાડે છે. આ તસવીર પ્રિયાના પતિએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. સુનિલ દત્ત અને નરગીસના ત્રણ સંતાનો નમ્રતા, સંજય અને પ્રિયા છે. પ્રિયાના લગ્ન ઓવેન રોનકોન સાથે થયા. જયારે નમ્રતા રાજેન્દ્રકુમારના પુત્ર કુમાર ગૌરવને પરણી છે. સંજય દત્તે કુલ ૩ લગ્ન કર્યા છે. પ્રથમ પત્ની રીચા શર્મા કેન્સરથી મૃત્યુ પામી. બીજી પત્ની રીઆ પિલ્લઈ સાથે ડીવોર્સ થયા છે. અત્યારે માન્યતા સાથે સંજુ બાબાનો સંસાર ચાલે છે. સંજય દત્તની આગામી ફિલ્મનું નામ ‘ભૂમિ’ છે. જેમાં અદિતિ રાવ હૈદરી તેની પુત્રીનો રોલ નિભાવે છે. તેની સાથે શરદ કેલકરની પણ મહત્વની ભૂમિકા છે. જે વિલન બન્યો છે. જેલવાસ બાદ સંજય દત્તની આ પ્રથમ ફિલ્મ ફિલ્મી પડદે રિલીઝ થશે.
Trending
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો