Abtak Media Google News

જુનાગઢના ભેસાણના કરીયાગામની ઓર્ગેનિક કેરી સોરઠભરમાં પ્રખ્યાત છે. લોકો દૂર-દૂરથી દવા વગર પાકતી ઓર્ગેનિક કેરી લેવા માટે બગીચા સુધી આવે છે. આ બાગની એક વાર ખાધેલી કેરીનો સ્વાદ એવો તો દાઢે ચોટી જાય છે કેે, સો-બસો કિલોમીટર પાર કરીને બીજીવાર પણ ઓર્ગેનિક કેરી લેવા માટે કેરીના સ્વાદ રસિયા ઓ દોડી આવે છે. કરીયા ગામમાં થતી ઓર્ગેનિક કેરી અમદાવાદ, સુરત, રાજકોટ સુધી મોકલવામાં આવે છે અને ખૂબ ઊંચા ભાવે વેચાય છે.

કેરી ફળોનો રાજા કહેવાય છે. કેસર કેરીનો સ્વાદ બધી કેરીઓથી ચડિયાતો રહ્યો છે તેમાં પણ ઓર્ગેનિક રીતે  ઉગાડવામાં આવતી કેરીનો સ્વાદ તદ્દન અલાયદો હોય છે. કેરીના ફળનો ભાવ ફળના કદ અને તેની ગુણવત્તાના પ્રમાણે કરવામાં આવે છે. તેમાં પણ જો ઓર્ગેનિક કેરી હોય તો અન્ય કેરીના બોક્સના ભાવ કરતા ઓર્ગેનિક કેરીના બોક્સના ભાવ 100-200 રૂપિયા વધુ હોય છે. ગિરનારની ઓર્ગેનિક કેરી લેવા માટે લોકો માર્કેટમાં પડાપડી બોલાવી રહ્યા છે અને બગીચામાંથી પણ કેરીનું વેચાણ ખૂબ સારી રીતે થાય છે.

વાવાઝોડા પછી પણ વેરડો પાડતા ઓર્ગેનિક કેરી સારા પ્રમાણમાં બજારમાં આવી છે. અને માર્કેટિંગ યાર્ડમાં પણ ઓર્ગેનિક કેરી ઘણા ઊંચા ભાવે વેચાય છે. વાવાઝોડાથી કેરીના અડધા પાકને નુકસાન થયું છે પરંતુ આંબે શાખ પડેલી કેરીની કીંમત ઉચે ગઈ છે તો બીજીબાજુ કેરીની માંગ પણ વધી છે ત્યારે કરીયા ગામની ઓર્ગેનિક કેરીની દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પ્રમાણમાં માંગ વધતા ખેડૂતો ખુશખુશાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.