જૂનાગઢના ભેંસાણમાં એવું તે શું બન્યું કે મહિલા GRDએ પોલીસ સ્ટેશન પરથી લગાવી મોતની છલાંગ ?

ભેંસાણ ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતી એક 26 વર્ષીય યુવતી સાથે મૈત્રી કરાર કરનાર ગ્રામ રક્ષક દળના એક જવાને ધાકધમકી આપી, યુવતીને રાત્રિના સમયે લઈ જઈ, વારંવાર દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ આ ઘટનાને લઇ ડિપ્રેશનમાં આવી ગયેલી યુવતીએ ભેંસાણ પોલીસ સ્ટેશનની છત ઉપરથી પડતું મૂકતાં યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી અને તેમને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ભાટગામ ગામે રહેતા અને ભેંસાણમાં ગ્રામ રક્ષક દળમાં સેવા આપી રહેલ જયદીપ વીરજીભાઇ પરમાર તથા ભેંસાણના પરબ રોડ પર રહેતી અને ગ્રામ રક્ષક દળમાં સેવા આપી રહેલ એક 26 વર્ષીય યુવતીએ અગાઉ મૈત્રી કરાર કરેલ  હતા. દરમિયાન ગઇ તા. 6/6/ર0ર1 ના રાત્રીના અઢીએક વાગ્યાના અરસામાં યુવતીને રાત્રિના સમયે ગ્રામ રક્ષક દળના જવાન જયદીપએ  ફોન કરી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને ઘરની બહાર બોલાવી તેની મોટર સાયકલમાં લઇ ગયેલ અને યુવતી ના ના  ઇનકાર છતા ગ્રામ રક્ષક દળના જવાન જયદીપ એ યુવતી સાથે અવાર-નવાર  દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં ગઈકાલે ભેંસાણના પરબ રોડ પર રહેતી અને ગ્રામ રક્ષક દળમાં સેવા આપી રહેલ એક 26 વર્ષીય યુવતીએ તેના ગ્રામ રક્ષક દળના સાથી જવાનો સામે વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાની સહિતની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શખ્સને ઝડપી પાડયો હતો.

યુવતી ઉપર મૈત્રી કરાર કરી બાદમાં યુવતીનું શારીરિક અને માનસિક રીતે શોષણ કરતા યુવતિ માનસિક રીતે અશાંત બની હતી અને ગઈકાલે ભેસાણ પોલીસ સ્ટેશનના છાપરા ઉપરથી આ યુવતીએ પડતો મૂકતાં તેણીને ગંભીર ઈજા થઈ હતી અને તાત્કાલિક આ યુવતીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બંને પરિણીત છે,