Abtak Media Google News

કોરોનાની પ્રથમ અને બીજી લહેર આવતા લોકોને હવે ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધુ જોખમકારક રહેેશે જેનું કારણ બાળકો વેક્સીનથી સુરક્ષિત નથી. હાલ માત્ર 18 કે તેથી વધુ વયના લોકોને જ રસી મળી રહી છે ત્યારે બાળકોને આ ત્રીજી લહેરથી બચાવવા આગમચેતીના તમામ પગલાં લેવા જરૂરી છે.

પ્રશ્ન : પહેલાના સમય ઘરગથ્થુ ઇલાજો થકી જ સારવાર થતી અને વધુ તકલીફ હોય તો કોઇ એમબીબીએસ ડો.પાસે જતા અને અત્યારના સમયમાં બાળકોના ડો.ની આખી એક બ્રાન્ચ શરૂ કરવામાં આવી તો આ બ્રાન્ચ વિશે જણાવજો

જવાબ : બાળરોગ શ્રીકાંતની બ્રાંચ થોડા ઘણા સમયથી વિકસીત થઇએ અને બાળરોગોમાં તરત જન્મેલા બાળકથી લઇને 18 વર્ષ સુધીના તમામને કવર કરે છે. અને આ ઉંમર વયના લોકોનું શારીરીક બંધારણ અલગ છે. તેમના રોગો અલગ છે. અને તેમની દવાની જરૂરીયાતો અલગ છે.

પ્રશ્ન : અત્યારે જે બાળ જન્મદર છે. તેના પ્રમાણમાં લઇ રોગના નિષ્ણાંતો છે. કે કેમ તેમની સ્થિતિ શું છે?

જવાબ : અત્યારે અર્બન એરીયામાં એટલે કે રાજકોટ અને મોટા શહેરોમાં તો પૂરતા પ્રમાણમાં ડો. છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ઘણી વખત તકલીફો થતી હોય છે. તેના માટે સરકાર સીટોની પણ સંખ્યા વધારી રહી છે.

પ્રશ્ન : ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વખત અંધશ્રધ્ધાના લીધે બાળકોએ વિવિધ પ્રકારના જંતર-મંતરનો ભોગ બનવો પડતો હોય છે. જ્યારે બાળક છે. બિમારીના બદલે જંતર-મંતરનો ભોગ બનવો પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે.

જવાબ : નાના બાળકોને ડાયરીયા એવી તકલીફો થતી હોય ત્યારે ઘણી વખત લોકો “ગળુપડિગવુ” એવું માનતા હોય છે અને તેમજ એની સમયસર સારવાર ન મળતા તે બાળકને દાખલ પણ કરવું પડે છે. અને ઘણી વખત તો બાળકનું મૃત્યુ પણ થતું હોય છે. અને આવી ઘટનાઓમાં હવે પોલીસ કાર્યવાહી કરવાની પણ છૂટ મળી ગઇ છે.

પ્રશ્ન : ઘણી વખત લોકો વાત કરતા હોય છે કે બાળકને 1 વર્ષ એટલે કે ત્રણ ઋતુની સાયકલનું ખૂબ ધ્યાન રાખવાનું થાય છે એ વાત કેટલા અંશે સાચી છે?

જવાબ : બાળકોને ઋતુઓ પ્રમાણેના અલગ-અલગ વાયરસ હોય છે અને ઋતુ પ્રમાણે દરેકને અસર પણ થતી જ હોય છે એ એક વૈજ્ઞાનિક છે. તે કોઇ માન્યતા કે કોઇ અંધશ્રધ્ધા નથી.

પ્રશ્ન : બાળકોના વાયરસ શરદી-ઉધરસએ તરત થઇ જતા હોય છે. જ્યારે આ સવા વર્ષના કોરોનાકાળ દરમ્યાન બાળકોને આપણી માન્યતા કરતા ઘણી ઓછી અસરો થઇ છે. તેનું કારણ શું હોઇ શકે.

જવાબ : આ સવા વર્ષના ગાળામાં બાળકોમાં કોરોનાનું પ્રમાણ ઘટ્યું છે તેનું મુખ્યકારણએ એસીડિક રીસેપ્ટર નામનું એક તત્વ છે. જે બાળકોમાં ઓછું હોય છે અને કોરોનાએ આ તત્વને તરત અસર કરતું હોય છે અને બીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાનું કારણ કેમકે વાલીઓ જ વધુ સંક્રમીત થયા છે. તેના લીધે બાળકો પણ સંક્રમીત થયા છે.

પ્રશ્ન : બાળકો કોઇ પણ કારણોસર સંક્રમિત થયા હોય તો એનો રસ્તો છે ખરી? કે કોરોનાની જેમ દવા નથી એમ જ આવી હાલત છે?

જવાબ : એમ.આઇ.એસી નામક એક ઇમ્યૂનો ગોબલીન કરીને એક દવા છે જે બાળકોને આપી શકાય પીડ્યાટ્રીશન બધા મળીને સરસ ઉકેલ કાઢ્યો છે અને સાથે જો સમયસર સારવાર બાળકને આપવામાં આવે તો બાળકોમાં એનુ પરિણામ પણ સારુ જોવા મળે છે.

પ્રશ્ન : કોરોનાની ત્રીજી લહેર આવાની આગાહીમાં કહેવાયું છે કે બાળકો પર વધારે જોખમ રહેશે તો એવું ક્યાં આધાર પર કહી શકાય?

જવાબ : ત્રીજી લહેરના હાઇપોથેસીસમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે બાળકો પર વધારે અસર થશે અને આ બાબતની આધાર વેક્સીનશન કહી શકાય  કારણ કે વેક્સીનેશનમાં આપણે હાલ 18 વર્ષ અને એનાથી વધુ ઉંમરના લોકો માટે નથી કે એન્ટીબોડો કે ઇમ્યુનીટી આવે. હાલ પોપ્યુલેશનને ધ્યાનમાં રાખીને કહી શકાય કે બાળકોની ઇમ્યુનીટી વધે તે માટે કઇ થઇ રહ્યું નથી. માટે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળકોને ત્રીજી લહેર અસરકારક  થઇ શકે એમ છે.

પ્રશ્ન : આજે કોરોનાની બીજી લહેર અતી ઘાતક જોવા મળી હતી કે ઓક્સીજન અને હોસ્પિટલમાં બેડ મળતા ન હતા તો આવી હાલત બાળકો માટે આવીને ઉભી રહે તો એનો પરિણામ કેવો નીવળી શકે?

જવાબ : બીજી લહેરને જ ધ્યાનમાં રાખીને જેટલા પીડ્યાટ્રીશન છે બધા ડેટાબેસ વર્ક કરી રહ્યાં છે કે શહેરમાં હાલ કેટલા બાળકોના ડોક્ટર છે, કેટલા બેડ અવેલેબલ છે, કેટલા વેન્ટીલેટર છે, કેટલા ડોક્ટર કોવીડમાં કામગીરી કરવા તૈયાર છે. ટ્રાન્સપોટેશન તથા સોશ્યલ અવેરનેશ કઇ રીતના આપીશુ આ બધા માટે હાલ એક કમીટી તૈયાર છે અને કાર્યરત છે કે એટલી ગંભીર સ્થિતિ તો બાળકો માટે ના આવે.

પ્રશ્ન : ડેટાબેસની જો વાત કરીએ તો હાલ રાજકોટની સ્થિતિ શું છે એ કહી શકાય?

જવાબ : હાલ રાજકોટમાં 150 પીડ્યાટ્રીશન છે અને એમ.આઇ.એસ.સી.ની વાત કરીએ તો એ ચેપી નથી તો કોવીડની જ સીક્વન્સ પણ બધા જ એડમીટ કરી શકે. આગળ જતા કોવીડ વીથ ઇન્ફેક્શન આવશે તો એ માટેની કામગીરી શરૂ થઇ ચુકી છે અને હાલ ગૂગલ ફોર્મ પણ સરક્યુલેટ થઇ ગયું છે તો ડેટાબેસ સ્ટ્રોંગ થવા જઇ રહ્યું છે.

પ્રશ્ન : હાલ જ્યારે કોરોનાની દવા નથી ત્યારે એન્ટી-બાયોટીકથી આપણે કામ ચલાવ્યું છે ત્યારે શું બાળકો માટે પણ આ જ રીતના દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવશે?

જવાબ : એડલ્ટમાં જે રેમડેસીવીર વપરાય છે એ જ બાળકોમાં પણ વપરાવાની છે જે બાળકોનું વજન 3.5 કે.જી.થી વધુ હશે ! સાથે સ્ટીરોઇડ્સ જે એડલ્ટસને આપીએ છે તો એ જ બાળકોને પણ આપી શકાય. જે બાળકોનો વજન 3.5 કીલોથી ઓછુ હોય એ લોકોને લક્ષણની સારવાર કરીએ છે જેને સપોર્ટીવ ટ્રીટમેન્ટ કહી શકાય !

પ્રશ્ન : આજે કોરોના પછી જે ફંગસ નામક વેન્ડેમીક નવુ જોવા મળી રહ્યું છે તો શું એ પણ બાળકોને થઇ શકે?

જવાબ : બાળકોને થવાની શક્યતા પર હાલ કાઇ કહી ન શકાય પણ સ્ટીરોઇડની મદદથી એડલ્ટ્સની જે પ્રકારથી ટ્રીટમેન્ટ થઇ હતી એ જ રીતના પૂરી કોશિષ કરશું કે બાળકોને પણ સારવાર આપીએ.

પ્રશ્ન : કોરોનાકાળમાં લોકોએ ઘરેલુ ઉપાયમાં ઉકાળો પીવાનું શરૂ કર્યુ હતું તો શું બાળકોને પણ આ ઘરેલુ ઉપાય કામ આવી શકે?

જવાબ : ઉકાળો પીવાથી કોઇ નુકશાન તો નથી થતું પણ ઉકાળો પીવાની માત્રા પર પૂરતુ ધ્યાન આપવુ જરુરી છે નહીં તો ગેસ્ટ્રાઇટીસ થઇ જવાની શક્યતા ઉભી થાય છે જેને સામાન્ય રીતે એસીડીટી કહી શકાય ! માટે વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી ઘરેલુ ઉપાય જેમ કે ઉકાળનું સેવન કરવું જોઇએ. આજે બારથી ઉકાળાનો મસાલો પણ મળે છે તો એમાં શું નાખ્યુ છે એ ખ્યાલ નથી રહેતો તો આપણે એ બાબતને ધ્યાનમાં લઇને બાળકને ઉકાળો પીવડાવુ જરૂરી છે

પ્રશ્ન : બાળકો માટે વેક્સીનેશનનો ઉપાય શું હોવો જોઇ? તો ત્રીજી લહેરનો અનુમાન ખોટો સાબિત થઇ શકે.

જવાબ : રસીકરણ એક મોટુ વિજ્ઞાન છે ! ત્યારે આજે 1 થી 18 વર્ષના બાળકો માટે વેક્સીન ટ્રાયલ થઇ રહી છે અને બધા પીડ્યાટ્રીશ એ જ ઇચ્છીએ છે કે જલ્દીથી જલ્દી બાળકોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ જાય. આજે 16 થી 18 વર્ષના બાળકો બહાર પણ નીકળતા હોય છે ત્યારે જોખમ વધુ રહે છે બીમારઓ માટે બધા પીડ્યાટ્રીશન્સનો પૂરો આગ્રહ રહ્યો છે કે 16 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ જલ્દી શરૂ થઇ જાય ! સરકારનો પણ ખૂબ પ્રયત્ન છે આ બાબત પર બધી સ્ટડી કર્યા બાદ બાળકોમાં રસીકરણ શરૂ કરીએ !

પ્રશ્ન : જે બાળકોના પેરેન્ટ્સ છે એ લોકો માટે તમારો એક મેસેજ શું હશે?

જવાબ : આજે જ્યારે ત્રીજી લહેરની શક્યતામાં બાળકો પર અસર કદાચ વધુ થશે ત્યારે બધા જ વાલીઓને વિનંતી છે કે સખતપણે એસ.એમ.એસ. એટલે કે સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્કીંગ અને સ.નીટાઇસીંગનું પાલન થાય. વાલીઓ વેક્સીન લેવા લાયક છે તો ઘરમાં બાળકને અસર ના થાય તે માટે ચોક્કસપણે વેક્સીન લેવી જરૂરી છે ! પબ્લીક ગેધરીંગ, મોલમાં જવું, મેળામાં જવું કે ભીડવાળી જગ્યામાં બાળકને લઇને ન જવું.

ગેસ્ટ : ડો.ઝંખના સંઘવી (બાળરોગ નિષ્ણાંત)  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.