Abtak Media Google News

ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારના વતની અને બાકરોલ, બરોડા મુકામે લેકચરર તરીકે ભુતકાળમાં ફરજ બજાવતા કલ્પેશભાઇ ઉદેસંગભાઇ સિંધાએ કેનેડા તથા અમેરિકા દેશના નાગરીકોને ટાર્યેટ કરી, તેઓના ક્રેડિટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનાનંબર, સી.વી.વી. નંબર, કાર્ડની એકસપાયરી ડેટમુજબની માહીતી ઓનલાઇન ટ્રાન્ઝેકશનથી મેળવીને, આરોપીએ આ દેશના નાગરીકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડની માહીતી આધારે અલગ અલગ વેબસાઇટ પરથી ગોલ્ડ કોઇન, મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિક આઇટમ તથા કપડા મળી રૂ. 70 લાખથી વધુ આર્થિક લાભ મેળવી, કેનેડા તથા અમેરિકા દેશના નાગરીકો સાથે ગુન્હાહિત વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરવા અંગે ખુબ જ ગંભીર પ્રકારનો ગુન્હો  ભારતીય ફોજદારી અધિનિયમ અને ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટની વિભિન્ન કલમો મુજબ ડી.સી.બી. પોલીસ સ્ટેન્ડ, અમદાવાદ શહેર ખાતે નોંધાયેલ આ ગુનામાં કલ્પેશ સિંધાની ધરપકડ કર્યા બાદ તેની પાસેથી તપાસકર્તા પોલીસે લેપટોપ, મોબાઇલ ફોન, ઘણા બધા સિમ કાર્ડસ વિગેરે મુદામાલ રિકવર  કરેલ હતા અને આરોપીના રીમાન્ડ પૂર્ણ થતાં કોર્ટના હુકમ મુજબ તેને સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ હતો.

 

આ દરમ્યાન આક્ષેપિત આરોપી કલ્પેશ સિંધાએ પોતાના એડવોકેટ ડો. ડી.બી. દેસાઇ તેમજ એડવોકેટ નિકુલ વી.દેસાઇ મારફતે પોતાના વિરુઘ્ધ નોંધાયેલ ફરીયાદ એફ.આઇ.આર. ના અનુસંધાને છેવટે, જામીન પર મુકત થવા અર્થે અમદાવાદના મહે. સીટી સીવીલ એન્ડ સેસન્સ જજની કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. કેસની સુનાવણી સમયે એડવોકેટ ડો. ડી.બી. દેસાઇએ ભારપૂર્વક અને ટુ ધ પોઇનટ રજુઆતો તેમજ વિદ્વાતાપૂર્ણ દલીલો મારફતે કોર્ટ સમક્ષ વીડીયો કોન્સરનસથી જણાવેલ કે હાલના આરોપી વિરુઘ્ધ ગોટ-આપ સ્ટોરી ઉભી કરી, ખોટી રીતે ફસાવવા ફરીયાદ નોંધાવેલ છે.

કેમ કે હાલના આરોપીએ અમેરિકા અને કેનેડા દેશના કયા નાગરીકો સાથે કઇ જગ્યાએ કેટલી રકમની છેતરપીંડી કરેલ છે એ અંગેની પાયાની કોઇ જ વિગત ફરીયાદમાં ઉપલબ્ધ નથી. એડવોકેટ ડો. દેસાઇએ પોતાની રજુઆતો દલીલોના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આ કેસને સહાયરુપ થાય તેવા ચુકાદાઓ અને જજમેન્ટસ પણ રજુ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતોને કોર્ટ તરફથી લક્ષે લેતા અને ગ્રાહ્ય રાખતા, સીટી સીવીલ અને સેસનસ કોર્ટ મારફતે અરજદાર આરોપી કલ્પેશભાઇ ઉદેસંગભાઇ સિંઘાને યોગ્ય રકમ અને શરતોને આધીન જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.