Abtak Media Google News

ગુજરાતી સાહિત્ય હમેંશથી રસપ્રચુર અને એમાં પણ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે રસનો વિષય રહ્યો છે. આપના ઘણા સાહિત્યકારો એવા થઈ ગયા કે જે આજે પણ તેમની પંક્તિ, દુહા, છંદ કે કૃતિઓમાં જીવંત છે. આવા જ આપણાં સૌરાસ્ટ્રના એક રાજવી કે તેમણે સાહિત્યકાર અને કવિ તરીકે ખ્યાતિ પામી છે. જે છે કવિ કલાપી. તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. આજે તેમની પુણ્ય તિથી છે. કવિ કલાપીની રચનાઓ આજના યુવાઓને વધુ મોહિત કરે તેવી છે. આજના આ દિવસે ચાલો થોડી માહિતી મેળવીએ કવિ કલાપી અંગે અને તેમની પ્રેમભરી રચનાઓ પર પણ એક નજર કરીએ.  જે પંક્તિઓ વાંચી તમે વાહ…. વાહ… કહી ઊઠશો.

Advertisement

કવિ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીમાં થયો હતો. એક રાજકુટુંબમાં જન્મ લેનાર તેઓ રાજવી હતા.  તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, એમાં પણ કવિ કલાપીએ અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવવા અંગત શિક્ષકો રોકી ભણ્યા હતા.  ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. વર્ષ ૧૮૮૯માં ૧૫ વર્ષની વયે તેમનાંથી ૮ વર્ષ મોટા રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા તેમનાથી ૨ વર્ષ મોટા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. એટ્લે કે કવિ કલાપીને બે પત્ની હતા.

G2

તેમની રાણી રમા સાથે માવતરથી સાથે આવેલી દાસી મોંઘી (પછીથી શોભના) સાથે કવિ કલાપી પ્રેમમાં પડ્યા. પણ આટલા મોટા રાજવી પત્ની હોવા છતા એક દાસી સાથે આ રીતે ગાઢ પ્રીતિમાં જોડાય તે કેવી રીતે સંભવ બને ??  પરંતુ રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં અંતે વર્ષ ૧૮૯૮માં મોંધી સાથે લગ્ન કર્યા અને પાછળથી તેમનું નામ શોભના પડ્યું.

કહેવાય છે કે કવિ કલાપી રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કર્યો અને કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું. એવું પણ મનાય છે કે રાજબા-રમાબા સાથે શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને કવિ કલાપી ને ઝેર આપવામાં આવ્યું હતું.

કવિ કલાપીની રસપ્રદ રચનાઓ

“………યાદી ઝરે છે આપની”
“નવાં શાસ્ત્રો નવી વેદી , નવી ગીતા કલાપીની ,
અહા! ગુજરાતમાં ટહૂકે અલગ કેકા કલાપીની”

“ તુને ન ચાહું, ન બન્યું કદી એ,
તેને ન ચાહું, ન બને કદી એ;
ચાહું છું તો ચાહીશ બેયને હું,
ચાહું નહિ તો નવ કોઈને હું;”

“પુષ્પો પરે ટપકતાં સુતુષાર બિન્દુ,
ને સ્નિગ્ધ પાંખ ફુલની મકરંદ ભીની;
અંધાર ઘોર વિધુહીન નિશાની શાંતિ,
વા શ્વેત દૂધ સમ રેલ રૂડા શશીની;”

“રે પંખીડાં! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવોજ હું છું,
ના ના કો દિ તમ શરીરને કાંઈ હાની કરું હું;”

“મ્હેં પૂતળી કંઈ છે ઘડી દિલમાં હજારો હોંશથી ,
એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો !,
એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે !
તે કોઈ માશૂકને મુખે છે? એજ પૂછે બાવરો !”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.