Abtak Media Google News

દરિયાઈ કાંઠાના શહેરોની એક આગવી વિશેષતા હોય છે. તે શહેરના લોકો માટે સમુદ્ર વેપાર વાણિજ્ય, હરવા ફરવાની બાબતમાં એક અગત્યનો ભાગ ભજવે છે. મુંબઈ જેવા શહેરમાં તો સી વ્યુના મકાન માટે કિંમતો આસમાનને આંબે છે. હાલમાં મુંબઈમાં દરિયાકાંઠે વસનારા લોકો માટે એક માથા સમાચાર આવ્યા છે.

સેટેલાઇટથી લેવામાં આવેલા ફોટો દ્વારા જાણવા મળ્યું કે, સમુદ્રનું પાણીનું સ્તર સતત ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, લગભગ 107 ચોરસ કિમી જમીન સમુદ્રએ પોતાની અંદર સમાવી લીધી છે. નિષ્ણાતોના મત અનુસાર, આ બધું પ્રકૃતિ સાથે માનવીની ચેડા કરવાનું પરિણામ છે. જો પરિસ્થિતિ આવી જ રહેશે તો મુંબઈના ઘણા ભાગો ખૂબ જ જલ્દી પાણીમાં ફેરવાય જશે.

વધતી દરિયાની સપાટીને ધ્યાનમાં રાખીને એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ પર્યાવરણીય અસંતુલનને કારણે દરિયાની સપાટી આગળ વધી રહી છે. અધ્યયન મુજબ, પર્યાવરણ સાથે ચેડા કરવાથી મહાસાગરો, નદીઓ અને કુદરતી સંસાધનો પર અસર પડી રહી છે.

Satelight Imageસૌથી મોટો ખતરો રહેઠાણ વસાહતોને છે, જે મુંબઈના દરિયા કિનારા પર આવેલી છે. ભવિષ્યમાં મુંબઈના નકશા પરથી તે ગાયબ થવાનો ભય છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં આ સંકટ વધી શકે છે. પાછલા 30 વર્ષોમાં સમુદ્રનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. કોંકણ વિસ્તારમાં સમુદ્રનું સ્તર ખુબ વધતું જોવા મળ્યું છે.

મુંબઈ સ્થિત NGO સૃષ્ટિ કન્ઝર્વેશન ફાઉન્ડેશને આ સમગ્ર સંશોધન કર્યું છે. NGOના ડાયરેક્ટર દીપક આપ્ટેએ જણાવ્યું હતું કે, ‘સમુદ્ર કિનારા પર અતિક્રમણ અને પરિવર્તનના કારણે સમુદ્ર પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. સંજય ગાંધી નેશનલ પાર્કની જમીન પર આ પરિવર્તન વધુ જોવા મળી રહ્યું છે.’

મુંબઇ અને થાણે ખાડીની જમીન પર પણ નદી-ગટરના લગભગ 45 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ખારાશ વારા પાણી ફરી વળ્યાં છે. આ સાથે થાણેની ખાડીમાં 24 ચોરસ કિલોમીટરનો વિસ્તાર દરિયાઈ પાણીથી ભરાય ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.