Abtak Media Google News

મુંબઈના થાણે પોલીસે એક જંગલ વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની એક રેવ પાર્ટી ઉપર દરોડા પાડ્યો હતો. ડ્રગ્સ અને દારૂ સાથે ચાલી રહેલી આ પાર્ટીમાંથી 100 યુવક- યુવતી ઝડપાયા છે.

થાણે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, ઘોડબંદર રોડ પર કાસારવડવલી ગામની પાસે મૈંગ્રોવના જંગલમાં રેવ પાર્ટી ચાલી રહી છે. રાત્રે અંદાજિત બે વાગ્યા હતા. ત્યારે અચાનક જ પોલીસની ટીમે પાર્ટી પર દરોડા પાડ્યા. ત્યાં ડીજેના તાલે અને બ્લૂ લાઈટિંગ વચ્ચે અનેક યુવક અને યુવતીઓ નાચગાન કરી રહ્યા હતા. એક તરફ દારૂ પિરસાઈ રહ્યો હતો, તો બીજી તરફ કેટલાક યુવાનો પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરતા નજરે પડી રહ્યા હતા.

સોશિયલ મીડિયામાં ઇન્વીટેશન વાયરલ કરીને પાર્ટીનું આયોજન કરાયું હતું, પાર્ટીના આયોજક બે શખ્સોની પણ ધરપકડ

પોલીસે મોડું કર્યા વિના જ આ પાર્ટી પર દરોડા પાડી દીધા. પોલીસને જોતા જ પાર્ટીમાં અફરા-તફરી મચી ગઈ. યુવક-યુવતીઓ આમતેમ ભાગવા લાગ્યા. જંગલમાં કોઈ ઝાડ, તો કોઈ ઝાડીઓ પાછળ છૂપાવા લાગ્યા. પરંતુ પોલીસે કોઈને ન છોડ્યા. એક-એક કરીને 100થી વધુ યુવક-યુવતીઓની અટકાયત કરાઈ. આ પાર્ટીનું આયોજન કરનારા બે યુવકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાંથી એકની ઉંમર 19 અને બીજાની ઉંમર 23 વર્ષ છે. બંને કલાવા અને ડોંબિવલીના રહેવાસી છે. પોલીસે અહીંથી 29 ટુવ્હીલર વાહનો પણ જપ્ત કર્યા છે.

રેવ પાર્ટીથી અટકાયત કરાયેલા તમામ લોકોને થાણેની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લવાયા હતા. પોલીસના અનુસાર, પાર્ટી સ્થળેથી 0.41 ગ્રામ એલએસડી, 70 ગ્રામ ચરસ, ગાંજાની સાથે ચિલમ, દારૂ, બીયર જેવા નશીલા પદાર્થ પણ જપ્ત કર્યા છે. પાર્ટીનું આયોજન કરનારાની ઓળખ તેજસ અનિલ કુબલ અને સુજલ મહાદેવ મહાજન તરીકે થઈ છે. આ લોકો છેલ્લા પાંચ દિવસોથી ઈન્સ્ટાગ્રામ દ્વારા પાર્ટી માટે લોકોને આમંત્રિત કરી રહ્યા હતા. ઈચ્છુક લોકો પાસે ઓનલાઈન પેમેન્ટ લીધા બાદ તેમના મોબાઈલ નંબર આપી રહ્યા હતા.

થાણે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી શિવરાજ પાટીલે જણાવ્યું કે, પોલીસને મળેલી એક ગુપ્ત માહિતી અનુસાર, આધાર પર એસીપીના નેતૃત્વમાં યૂનિટ 5 અને 2ને વડવલી ખાડી કિનારા પર થઈ રહેલી એક રેવ પાર્ટી પર દરોડા પાડ્યા. આ દરમિયાન અહીં પર 95 પુરૂષ અને 5 મહિલાઓ નશીલા પદાર્થનું સેવન કરતા નજરે પડ્યા. તમામ લોકો નશાની હાલતમાં ડીજેની ધુન પર નાચી રહ્યા હતા. થાણે ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા કેટલાક દિવસોથી આ રીતે પાર્ટીને આયોજિત કરનારા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખી રહી હતી. પાર્ટીના આયોજક એટલા શાતિર હતા કે, ઈન્સ્ટાગ્રામ પર તેમના ઈનવિટેશન નજરે આવતા હતા, પરંતુ પાર્ટીં ક્યાં થશે, તેની કોઈ માહિતી નહોતી. આ પાર્ટીમાં સામેલ થવા માટે જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.