Abtak Media Google News

બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું આજે સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. રાજ કૌશલના ખાસ મિત્રે આ વાતની પુષ્ટિ કરી છે. રાજ કૌશલને આજે વહેલી સવારે 4.30 વાગ્યે ઘર પર જ હાર્ટ એટેક આવ્યો હતો. તેને કોઈ તબીબી સારવાર મળે તે પહેલાં રાજ કૌશલનું નિધન થઈ ગયું હતું.

રાજ કૌશલ અને મંદિરા બેદીના બે સંતાન છે. રાજ કૌશલ હિન્દી ફિલ્મોમાં નિર્માતા અને સ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. રાજે એક અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બોલિવૂડની અનેક હસ્તીઓએ રાજ કૌશલના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

રાજ કૌશલે તેની કારકિર્દીમાં ત્રણ ફિલ્મોનું નિર્દશન કર્યું છે. જેમાં ‘પ્યાર મેં કભી કભી’, ‘શાદી કા લડ્ડુ’ અને ‘એન્થની કૌન હૈ’ ફિલ્મ છે. મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત 1966 માં મુકુલ આનંદના ઘરે થઈ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના સહાયક નિર્દેશક તરીકે કામ કરતા હતા. અહીંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઈ. બંનેએ 14 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.