Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના કાળમાં બધાને પોત-પોતાના ધંધામાં નુકસાની વેઠવી પડી છે આ સમયે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે પૈસાની જરૂરિયાત હોય છે પરિવારનું ભરણપોષણ કરવા માટે વ્યક્તિ કોઈ પણ કામ કરવા તૈયાર હોય છે. એ કામ કરીને વેતન પ્રાપ્ત કરીને ગુજરાન ચલાવી શકે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવો જ એક ઘટના બની છે જ્યાં 40થી વધુ કર્મચારીઓને 3 માસથી વેતન આપવામાં આવ્યું નથી. આ બાબતે સ્થાનિક કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે.

નેશનલ હાઇવે આઠનું નવીનીકરણ કરતી ચેતક એન્ટરપ્રાઇઝએ કર્મચારીઓનો ત્રણ માસનો પગાર ચુકાવ્યો નથી. પગાર ન ચૂકવાતા સ્થાનિક કર્મચારીઓએ કંપનીનો ગેટ બ્લોક કરીને કંપનીના લોકોની અવર-જવર અટકાવી દેવામાં આવી છે. આ મુદે સ્થાનિક અને અન્ય રાજ્યના કર્મચારીઓએ દ્વારા હંગામો કરવામાં આવ્યો છે.

સ્થાનિક તથા અન્ય રાજ્યના કર્મચારીઓએ હોબાળો મચાવતા કંપનીના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોચ્યા હતા. 3 મહિનાથી કર્મચારીઓને વેતન ન મળતા તેઓ હેરાન થયા છે. કામ કરાવીને કર્મચારીઓને વેતન ન આપવું એ યોગ્ય બાબત કહેવાય નહિ. હવે એ જોવાનું રહ્યું કે આ સ્થાનિક કર્મચારીઓને ન્યાય મળશે કે આ મામલો ફગાવી દેવામાં આવશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.