Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લામાં જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષાના પેપર લીક મામલે તપાસનો ધમધમાટ

સુરતમાં ઉર્જા કૌભાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ તપાસનો દોર શરૂ થયો હતો અને સાબરકાંઠા જિલ્લામાં રહેલો પહોંચ્યો હતો ત્યારે સુરત પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સાબરકાંઠા જિલ્લામાંથી જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષાના પેપરો લીક કરનારા સહિતના વચેટીયાઓની ધરપકડ કરી હતી બીજી તરફ તપાસ તેજ થતા હવે વચેટીયાની મદદ બાદ યુ.જી.વી.સી.એલ સહિતની વીજ કચેરીઓમાં નોકરી લાગેલા કર્મચારીઓની તપાસ માટે સુરત પોલીસે ધામા નાખ્યા હતા અને દિવસ દરમિયાન ટીમોએ કર્મચારીઓને ઓફિસમાંથી લઈ ગયા હતા

જ્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મળતા વર્ષ 2020 થી 2021 દરમિયાન રાજ્યની દક્ષિણ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ (ડીજીવીસીએલ),મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ (એમજીવીસીએલ),પશ્ચિમ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ (પીજીવીસીએલ),ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ (યુજીવીસી એલ) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશન લિમિટેડ (જીએસઈએલ) ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) ની ભરતી યોજવામાં આવી હતી આ ભરતી કૌભાંડ બહાર આવ્યા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક પછી એક દલાલો અને વચેટીયાઓને ઝડપી લીધા હતા અને તપાસ તેજ કરી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમો સોમવારે સવારે મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લી એમ ત્રણ જિલ્લામાં પહોંચી ગઈ હતી

જેમાં પી.આઈ, પી.એસ.આઈ અને મહિલા પોલીસ કર્મીઓ સાથે કાર્યવાહી શરૂ કરી હતી જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માંથી 9 કર્મચારીઓને લઈ ગયા હતા સાબરકાંઠા જિલ્લામાંથી હિંમતનગર અને ઈડર તાલુકામાંથી 4 મહિલા સહિત 8 કર્મચારીઓને સુરત પોલીસ ટીમ સોમવારે રાત્રે સુરત લઈ જવા રવાના થઈ હતી જ્યારે પોલીસ સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સાબરકાંઠા જિલ્લામાં આવીને હિંમતનગર અને ઈડરમાં યુ.જી.વી.સી.એલની અલગ અલગ ઓફિસોમાંથી ફરજ બજાવતા મહિલા સહિતના કર્મચારીઓને સુરત લઈને રવાના થઈ હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચે કોને કોને લઈ ગઈ

(1) નીમાબેન પ્રકાશભાઈ પટેલ (હિંમતનગર)
(2) જલ્પાબેન બિપિનચંદ્ર પટેલ (હિંમતનગર)
(3) રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા (હિંમતનગર)
(4) મનીષકુમાર ધનજીભાઈ પારગી (હિંમતનગર-મહેતાપુરા)
(5) પ્રકાશ કુમાર મગનભાઈ વણકર (જાદર-ઈડર)
(6) અલ્તાફ ઉંમર ફારુક લોઢા (ઈડર)
(7) ઉપાસના બેન ખાનાભાઈ સુતરીયા (ઈડર)
(8) નીલમબેન નારાયણદાસ પરમાર (ઈડર)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.