Abtak Media Google News

આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ત્યારે તમામ પક્ષોએ એડી ચોંટી નું જોર લગાવવાનું શરૂ કરી દીધૂ છે. ગુજરાતની વિધાન સભા ની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી પણ ઉભરી આવી છે. આપ આગેવાનો અને કાર્યકતા દ્વારા પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોની મુલાકાત લઇ પ્રજાનો સંપર્ક કરી રહ્યા છે પરંતુ પ્રારંભ ની સાથે જ આમ આદમી પાર્ટી વિવાદ માં સપડાઈ છે અને જૂનાગઢના મેંદરડા પોલિસી સ્ટેશનમાં ગુનો નોધાયો છે.

Advertisement

આમ આદમી પાર્ટીના આગેવાનો હાલ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત છે. પોતાના પક્ષને લઈને આપના નેતાઓ સમગ્ર ગુજરાતમાં પોતાનો દ્રષ્ટિકોણ દર્શાવી રહ્યા છે. પોતાના પક્ષની કામગીરી અને પાર્ટીના નિયમો ઉપરાંત વલણને લઈને આમ આદમી પાર્ટી સ્પષ્ટરૂપે સામે આવી છે.

હાલમાં જ આપમાં બીજા ઘણા આગેવાનો જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓ જોડાયેલા છે. આમ આદમી પાર્ટી હાલમાં જ પોતાના એક નેતા દ્વારા થેયલા બ્રહ્મસમાજના સંબોધનને લઈને ચર્ચમાં આવી હતી. ત્યારે આજે જુનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ ઇશુદાન ગઢવી , ગોપાલ ઈટાલીયા , પ્રવિણ રામ સહીતના કાર્યકર્તાઓ પર પૂર્વ મંજૂરી ના મળી હોવા છતાં જાહેર સભા સંબોધવાને લઈને ગુનો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.