Abtak Media Google News

રેઇડમાં આરોપીઓ ફર્યા, રકમ ખોટી લખાઈ, મોડેથી ફરિયાદ નોંધાતા અનેક અટકળો

થાન પંથકમાં દારૂ જુગારની બદીએ  માઝા મૂકતા અનેક પરીવારો બરબાદ થઈ ચૂકયા છે. ત્યારે  ચોક્ક્સ બાતમીના આધારે થાન પોલીસે  રેલવે સ્ટેશન પાસે આવેલ સિરામિકના કારખાનાની ઓરડીમાં દરોડો પાડતા રૂપિયા ચાર લાખની રોકડ, રુ. એક લાખની કિંમતના 5 મોટર સાયકલ તથા રુ. 60000 ની કિંમતના 12 મોબાઈલ સાથે 10  શખ્સોને  ઝડપી પાડવામાં આવ્યા હતા.

પરંતુ જેની ફરિયાદ મોડે મોડે નોંધાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા જુગાર રમતા ભરત ઉર્ફે અશોક વશરામ મકવાણા રે. થાન,  પરવેજ ઉર્ફે ભૂરો સલીમ મોટલાની, ) કલ્પેશ વાસ્કુરભાઇ મીયાત્રા,  રાજુ વનરાજભાઈ  દેવર  રે. અમરાપર,  કરસનભાઈ પરમાર, સુમિતભાઈ વાણીયા,  સાદીક સુરાણી, કિશનભાઇ કડિયાલ,  સાદુળભાઈ પરમાર,  હરેશભાઈ કણઝારીયા  ઝડપી પાડવામાં આવ્યા છે પરંતુ જુગારના પટમાં ચાર લાખથી વધુ રકમ હોવાની, બપોરના ત્રણ વાગ્યાના બનાવને રાત્રે 10:30 વાગ્યે ચોપડે નોંધવાની, જુગાર રમતા હતા તે સ્થળના બદલે અન્ય સ્થળ બતાવવાની,  આરોપીઓને લોકઅપમાં રાખવાના બદલે પી.આઇ.ની ચેમ્બરમાં સગવડ આપી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

થાનમાં ભાજપના બે જૂથ હોય એક જૂથ  આરોપીઓને છોડાવવા માટે અને બીજુ જૂથે આરોપીઓ ઉપર સજજડ કેસ કરવા માટે પોલીસ ઉપર દબાણ કર્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તથા આરોપી ઉપર કેસ ન થાય તે માટે જિલ્લાના ગોડફાધરોએ પણ પોલીસ ઉપર તમામ પ્રકારનું દબાણ ઉભુ કર્યું હતું. આ બાબતે પી.આઇ.નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે તપાસ પૂરી થઈ નથી જુગાર રમતો હતો તે જગ્યાનો સર્વે નંબર વગેરે કઢાવવામાં આવશે. અને પટમાં હતી તે તમામ રકમ લખવામાં આવી છે. કોઈ રકમ ઓછી લખાઈ નથી કે કોઈ આરોપીઓ ને બદલવામાં આવ્યા નથી. જગ્યા બાબતે રેવન્યુ સર્વે નંબર વગેરે કઢાવી જમીન માલિક ઉપર કેસ દાખલ કરવામાં આવશે. જો આ બાબતે અધિકારી દ્વારા સાચી તપાસ કરવામાં આવે તો કંઈક ના તપેલા ચડી જાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.