Abtak Media Google News

મેષ રાશિફળ – આજના દિવસ દરમિયાન કાર્યક્ષેત્રમાં અને તમારા કામમાં ફેરફાર આવી શકે છે જે ફેરફાર થાય છે તે તમારી ઉન્નતિ માટે જરૂરી છે. આ રાશિના આંખના દર્દીઓ પ્રદૂષિત જગ્યાઓ પર જવાથી બચવું.કોઈ મોટી યોજના અથવા વિચાર તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે.આજે તમારે પોતાના પરિવારના સભ્યોની જરૂરતો ઉપર ધ્યાન આપવું અને પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવો.પોતાના ધ્યેય તરફ શાંતિથી આગળ વધતા રહો તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. પોતાના જીવનસાથી સાથે આજે દિવસ સુખમય રીતે પસાર થશે.

વૃષભ રાશિફળ – આ રાશિના જાતકોએ ઘરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા વડીલોની સલાહ અવશ્ય લેવી.તમારો પ્રબળ આત્મવિશ્વાસ આજના દિવસનું કામકાજ સરળ બનાવી દેશે જે તમને આરામ આપશે. આ રાશિના જાતકોને બિઝનસ વધવાના યોગ છે તેથી સારા પૈસા કમાઈ શકો છો પરંતુ ખર્ચ કરવામાં ધ્યાન રાખવું. પ્રેમના મામલે તમે કોઈની વાતમાં આવશો નહીં.

મિથુન રાશિફળ- આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ફાયદામંદ સાબિત થઈ શકે છે અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા પણ છે. જૂની બીમારીમાંથી આરામ અનુભવશો. આજે તમને લોકોને આપેલા પૈસા પાછા મળી શકે છે. નવી યોજનામાં લગાવેલા પૈસાનો આર્થિક ફાયદો અપાવશે. પારિવારિક તણાવોમાં પોતાના કામ પરનું ફોકસ ગુમાવવું નહીં. બધી જ જગ્યાએ સમજી વિચારીનો બોલવું નહિતર પછતાવવાનો વારો આવી શકે છે. લગ્નજીવનમાં દિલચસ્પી ઓછી થતી અનુભવાશે જે જીવનસાથી વચ્ચેનું અંતર વધારી દેશે.

કર્ક રાશિફળ- આ રાશિના જાતકોને બિઝનેસમાં પરિવારની સહાયતાથી સફળતા મળશે. પ્રેમમાં સફળતા મળવાના યોગ છે. આજે તમારી પરેશાનીઓમાંથી ઝડપથી મૂક્તિ મળશે. બેન્ક સાથે જોડાયેલી દિવડ-દેવડમાં ખાસી સાવધાની રાખવાની જરૂર છે. મનમાં તણાવ છે તો નજીકના સંબંધી કે દોસ્ત સાથે વાત કરો. આજે તમે અલગ પ્રકારના રોમાન્સનો અનુભવ કરી શકો છો. પોતાના જીવન સાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે.

સિંહ રાશિફળ– આજનો દિવસ તમારા માટે મોજ-મસ્તી અને આનંદથી ભરેલો રહેશે.આજે તમારી સામે આવતી યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારવું.ખૂબસૂરત અને પ્રેમાળ માણસને મળવાની પ્રબળ સંભાવના છે.કામકાજના સમયમાં સારો મિત્ર વિઘ્ન નાંખી શકે છે તેથી હાઇપર ન થઈને બધી પરિસ્થિતીને સંભાળી લેવી.બહાર નીકળો અને નવા લોકોના સંપર્ક અને દોસ્ત બનાવો.

કન્યા રાશિફળ – માનસિક શાંતિ માટે તણાવના કારણોનું સમાધાન કરો.આર્થિક સમસ્યાઓ રચનાત્મક વિચારવાની ક્ષમતાને બેકાર કરી શકે છે.લાંબા સમયથી ઘરના કામકાજના હિસાબથી આજનો દિવસ સારો રહી શકે છે.આજના દિવસે તમારા ધારણાની જેમ વસ્તુઓ નહીં થાય.લગ્ન જીવનના સૌથી નકારાત્મક ક્ષણનો સામનો કરવો પડી શકે છે.

તુલા રાશિફળ – આજે બિઝનસને લગતા કોઈ સારા સમાચાર મળી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી નહિતર અકસ્માત થવાની સંભાવના છે. નાણાંકિય અસ્થિરતા તમને માનસિક તાણ આપી શકે છે. પરિવારના સભ્યો સાથે સમય ન આપ્યો તો ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે. પોતાના કામ ઉપર ધ્યાન આપશો તો સફળતા અને પ્રતિષ્ઠા તમારી જ થશે. ઉતાવળમાં નિર્ણય ન કરો નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે.

વૃશ્ચિક રાશિફળ – ભૂતકાળમાં લીધેલા ખોટા નિર્ણયો માનસિક અશાંતિ અને ક્લેશનું કારણ બનશે. આજના દિવસ દરમિયાન તમારી મુલાકાત નવા લોકો સાથે સંપર્ક થશે જેમના દ્વારા કોઈ સારો નવો વિચાર તમને આર્થિક રીતે ફાયદો અપાવી શકે છે. આજે તમારું દુઃખ બરફની જેમ પીગળી જશે. નવી યોજનાઓ અને ખર્ચને ટાળો. લગ્નજીવન વાધારે સુખમય બનાવવા માટેના તમારા પ્રયત્નો આશા કરતા વધારે રંગ લાવશે.

ધન રાશિફળ– આ રાશિના જાતકોએ તળેલી અને સેકેલી વસ્તુઓથી દૂર રહેવું નહિતર તબિયત ખરાબ થઈ શકે છે. પૈસાને ધ્યાન રાખીને ખર્ચ કરવા નહીં તો પાછળથી સમસ્યા ઊભી થઈ શકે છે. પોતાના જીવન સાથી સાથે પ્રેમ અને સ્નેહ મહેસૂસ કરો, રોમાન્સ માટે આજનો દિવસ સારો છે. કામ કરવામાં એકાગ્રતા જાળવી રાખવાની કોશિશ નહીં કરી શકો. નિયમિત વ્યાયામ કરતા રહો ખરાબ તબિયતમાં સુધાર આવશે.

મકર રાશિફળ-. કોઈ સંત પુરુષના આશિર્વાદ માનસિક શાંતિ પ્રદાન કરશે. આર્થિક સમસ્યાઓ રચનાત્કમક વિચારવાની ક્ષમતાને બેકાર કરી શકે છે. રોમાન્સ, હરવું-ફરવું અને પાર્ટી કરવી રોમાંચક રહી શકે છે. વેપારમાં ભાગીદારીથી બચવું. સંબંધીઓને લઈને જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે.

કુંભ રાશિફળ – શારીરિક અને માનસિક બીમારીનું જડ દુઃખ હોઈ શકે છે.કમિશન, રોયલન્ટી થકી લાભ થશે.જીવનસાથીના મામલે જરૂર કરતા વધારે દખલ કરવી ઝઘડાનું કારણ બની શકે છે.આજે તમારા જીવનમાં સાચા પ્રેમની કમીનો અનુભવ કરશો.આજે ભાગંભાગ માટે પોતાને પ્રેરિત ન કરો. આ રાશિના જાતકોએ માનસિક તણાવને દૂર કરવા માટે ધાર્મિક સ્થળે જઈને ભગવાનના નામનો જાપ કરવો.

મીન રાશિફળ – આ રાશિના જાતકોનો આજનો દિવસ નિરાશાજનક પસાર થવાની શક્યતા છે તેથી સારા વિચારોને વળગી રહીને કામમાં વ્યસ્ત રહેવું. દિવસના કામોના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે છે. ભારે આર્થિક યોજનાઓમાં પડવાથી દૂર હરો. આજે તમારા રોમાન્સને ઝાટકો લાગી શકે છે અને કિંમતી ગિફ્ટનો જાદુ નહિં ચાલે. આજનો દિવસ તણાવ ભર્યો અને નજીકના લોકો સાથે મતભેદ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.