Abtak Media Google News

આયુર્વેદમાં ઉઘોગ ચિકિત્સામાં આંખ 72, કાન રપ, નાકા 18, દાંત 56, જીભ  8 પ્રકાર રોગ દર્શાવાયા છે

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર પાચન સાથે પેટના જ રોગ થાય તે એક ભ્રમ છે: ડો. ભાવનાબેન જોશી

મ્યુકોમાયકોસીસ આંખમાં થતો રોગ છે તેનાથી બચાવવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો છે: ડો. સરોજબેન જોશી કાન, નાક, ગળ, દાંત, જીભ વગેરે દર્દોનું આયુર્વેદની દ્રષ્ટિએ નિદાન-સારવાર અથવા સર્જરી ઉપરાંત દાંતની માવનત વગેરે બાબતોની વિસ્તૃત જાણકારી અંગે ‘અબતક’ ચેનલ દ્વારા સજારહો તજારહો અભિયાન અંતર્ગત આર્યુવેદ આજ નહીં તો કયારે? કાર્યક્રમ હેઠળ અયુર્વેદ મહાસભાના ડો. સરોજબેન જોશી તથા ભાવનાબેન જોશી દ્વારા આપવામાં આવેલા મંતવ્યો તાજેતરમાં ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસારીત કરવામાં આવ્યા હતી આ કાર્યક્રમનો સંક્ષીપ્ત અહેવાલ અહિ રજુ કરવામાં આવ્યો છે.

બાળકોને ગળાના કાકડા અને યુવા વર્ગથી માંડી ગળાનું કેન્સર એવા જ ગળાના રોગથી જાણીતા હશો પરંતુ આ સિવાય પણ આયુર્વેદમાં પ000 વર્ષ પહેલા આચાર્ય વાગ્દત, શુશ્રુત, ચરક, બધા ગળાના ગળાના ઉપરભાગની ચર્ચા કરેલ છે. ગળામાં કફ, મસા, પાચનમાં તકલીફ થાય તો પણ ગળામાં લાલસ, તેમજ આપણી આહાર-વિહારના પઘ્ધતિને લીધે ગળામાં કે ગળા ઉપરના ભાગમાં રોગ થઇ શકે છે.

પાચન મુશ્કેલી ને કારણે ખાલી પેટના રોગ થતા હોય પણ પાચન સાથે બીજા રોગને પણ સંબંધ છે. પાચન સાથે મગજથી લઇને બધા રોગને સંબંધ છે. જે પણ ખોરાક ખાય તેમાંથી આતરણમાંથી પોષણ મળી રસ, રકત, માસ, મેદ, અસ્તિ, મજા અને શુક્ર બધી ઘાતુને શોષણ આપે છે. આપણા શરીર બધી ઘાતુ સંકળાયેલું છે.

ખોરાક માંથી પોષણ બરાબર ના મળે તો વિકૃતિના રૂપે શરીરના કોઇપણ ભાગમાં રોગમાં આવે છે. આવી રીતે પેઢામાં પાયોરિયા થવાનું કારણ અને તેને રોકવા માટે પણ મુળ કારણ ખોરાક અને વિહાર પર જ આધારીત છે તેમ જ સૌથી મોટું કારણ વ્યસન છે અત્યારે 60 ટકા લોકો મુખરોગોથી પીડાય છે. આપણા દાંત આખા શરીરનું પ્રતિનિધત્વ કરે છે. એટલે તો ‘સારા દાંત સારી તંદુરસ્તી’ નિશાની કહેવાય છે. તેમજ પાયોરીયા થવાનુ મુળ કારણ આપેલા ખોરાક તેમજ 95 ટકા પાયોરિયા બ્રશ કરવાની સરખી આદત ન હોવાને કારણે તેમજ જીભની સફાઇ થતી નથી આયુર્વેદમાં કાન, નાક, ગળા સર્જરી વિશે વાત કરતા કહ્યું છે કે આઠ બ્રાન્ચ ચિકિત્સા છે તેમાં ઉઘોગ ચિકિત્સા ઉલ્લેખ કર્યા છે.

ઉઘોગ એટલે ગળા અને ગળાથી ઉપરના ભાગનો તેમના રોગનું જણાવાયું છે. આયુવેદમાં ઇએનટી શાળાકીયવિભાગ કહેવાય છે. તેમાં આંખ 7ર, કાન રપ, નાક 18, દાંત 56 તેમજ જીભના 8 પ્રકારના રોગને બહુ જ સરસ રીતે વર્ણાવેલ છે.

આયુર્વેદ અને સર્જરી અંગેો વિસ્તૃત છણાવટ કરતા સરોજ જોષીએ જણાવ્યું હતું કે, અમુક લોકોમાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે આયુર્વેદમાં સર્જરી ન હોય પરંતુ એલોપેથીકમાં થતી સર્જરીનું મુળ જ આયુર્વેદ છે. આયુર્વેદમાં પણ અનેક સંશોધન બાદ સર્જરી અંગે વાત સંહિતા ગ્રંથમાં પણ હોવો તેમ જણાવ્યું હતું. વધુમાં કોરોના મહામારીમાં લોકો આયુર્વેદ તરફ વળ્યા છે અને તેના ખુબ સારા પરિણામ જોઈ શકયા છીએ. રીપોક્રેટે સર્જરી શીખવા માટે ભારત આવેલા તેઓ સુશ્રુતના સિઘ્ધાંત તેને ખુબ જ જીણવટભરી દ્રષ્ટિ અવલોકન કરી અને તેમ બતાવેલ સર્જરી (ઓપરેશન)નું આધુનિકરણ કરી અમુક સર્જરીને યથાવત રાખીને અમુક સર્જરીની નવી બ્રાંચ આયુર્વેદમાં ઉભી કરી વૃદ્ધાવસ્થા સુધી દાંતને મજબુત રાખવા માટે આયુર્વેદ પઘ્ધતિ અકસીર હોવાનું જણાવ્યું છે.

આયુર્વેદમાં દાંત માટે તલનું તેલ 100 ગ્રામ 10 ગ્રામ સીંધાલુ, 10 ગ્રામ કપુરનું એક લીકવીડ તૈયાર કરી એ લીકવીડને સવારે-સાંજે બે ટીપા લઈ બુશ કરવું ઉપરાંત આયુર્વેદમાં બે વખત દાંત સાફ કરવાનું બતાવેલ છે. તેમજ એક ચમચી તેલના તેલ મોઢામાં મુકી થોડીવાર રાખી કોગળા કરવાથી પેઢામાં લોહીનો સંચાર વધશે. તેમજ દાંત એ ગ્લેમર દર્શાવે છે.

દાડમની કડી જેવા દાત કરવા માટે લાક્ષાદીપ તેલ અથવા લાક્ષાદીપ ચૂર્ણ માલીશ કરવાથી દાંતમાં ચમક વધી જશે. તેમજ અત્યારે કોરોનાની મહામારીમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યાં તો નવા રોગનું આગમન થયું છે. એવા મ્યુકોરમાયકોસીસમાંથી ઝડપથી બહાર આવવા માટે જણાવતા કહ્યું. મ્યુકોરમાયકોસીસ આંખમાં થતો રોગ છે તે અનેક ફંગલને લીધે થાય છે. બીપી, ડાયાબીટીશ તેમજ ઈમ્યુનિટી ઓછી હોય ખાસ કરી ઓકિસજન પર રાખવામાં આવ્યા હોય તેમને ફંગલ ઈન્ફેકશન થવાનો વધારે ભય રહે છે તેમાં કાળી, સફેદ, લીલી એમ ત્રણ પ્રકારની ફંગસ થાય છે. મ્યુકોરમાયકોસીસ માટે આયુર્વેદમાં સારા ઘણા હબ છે.

શંસમવટીકા સવારે અને સાંજે બે-બે ગોળી લઈ શકો સુદર્શન ધનવટી પણ સવારે 1 અને સાંજે 2 ગોળ લેવી તેમજ મોઢા તેમજ ગળાની સફાઈ માટે અણુ તેલ નાકમાં ત્રણ-ત્રણ ટીપા દિવસ દરમ્યાન એક વાર નાખવા અને ગળાની સફાઈ માટે 5 ગ્રામ હળદર, 5 સંધાલુ, 10 ગ્રામ ફટકડીને મીકસ કરી પાંચ થી છ વખત નવશેકા પાણી સાથે દિવસમાં એક વખત કરવા આયુર્વેદમાં ટુથપેસ્ટ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એ પણ સારું પરંતુ દાતણની સરખામણીમાં તો દાતણ જ લાભદાયી ગણ્યું છે. દાતણ પણ બાર આંગણ લાંબુ લેવાનું તેનો કુચો કરવાનો છે. દાંતના પેઢા નુકસાન ન થાય તે રીતે ઘસવામાં આવે તો પેસ્ટ પણ ફાયદાકારક છે.

આયુર્વેદમાં જાલદરબંધ પઘ્ધતિ દાંત માટે વિશેષ ગણાય છે ત્યારે આ સુશ્રુતની પઘ્ધતિ છે. આ ત્રણ બંધ યોગ કહેવાય છે. ઉડાનબંધ, મુળ જાલદર બંધની વાત થઈ છે. મલદર બંધનો સંબંધ આંખ, કાન, નાક, ગળાના રોગ સાથે સીધો સંબંધ બતાવ્યો છે. આયુર્વેદમાં દંતવિદ્યાને માન્યતા જાલદરબંધ પર જ મળી છે. રાજકોટ વૈદ્યસભા છેલ્લા 60 વર્ષથી કાર્યરત છે તે કેનાલ તે ગામડે-ગામડે જઈ ઘણા કેમ્પ પણ કરવામાં આવેલ છે. રાજકોટ વૈદ્યસભા ગૌરવ સમાન છે.

વૃધ્ધત્વ સુધી દાંતને સુરક્ષિત રાખવાની જડીબુટ્ટી

વૃદ્ધત્વ સુધી દાંતને મજબુત રાખવા માટે આયુર્વેદ પઘ્ધતિ અકસીર હોવાનું જણાવતા ડો.ભાવના જોષીએ કહ્યું હતું કે, નાનપણથી જ દાંતની સુરક્ષા અંગે કાળજી લેવામાં આવે તો વૃદ્ધત્વ દાંતની મજબુતાઈ ટકી રહે છે તેના ઉપચાર અંગે માહિતી આપતા તેઓએ જણાવ્યું છે કે, તલનું તેલ 100 ગ્રામ, 10 ગ્રામ સીંધાલુ, 10 ગ્રામ કપુર એક લીકવીડ તૈયાર કરીએ લીકવીડને સવાર-સાંજે બે ટીપા લઈ બ્રશ કરવામાં આવે તો દાંતની મજબુતાઈ જળવાય રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.