Abtak Media Google News

મેષ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારા સ્વાસ્થ્યને નજર અંદાજ કરવું નહીં અને દારૂ જેવા વ્યસનથી દુર જ રહેવું નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. આ રાશિના જાતકોનું અગત્યનું કામ અટકેલું જ રહેશે અને તણાવ તમારા દિમાગ પર છવાયેલો રહેશે. તમારા પરિવાર સાથે આકરૂ વલણ ન રાખવું નહિતર ઘરની શાંતી ભંગ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. કરિયર માટે કરેલો પ્રવાસ સફળ સાબિત થશે. માતા-પિતાના આશિર્વાદ તમારા આગળ વધવાના સફળતા અપાવશે. જીવનસાથી સાથે વધારે સમય વિતાવવાનો મોકો મળી શકે છે.

વૃષભ રાશીફળ – આ રાશિના જાતકોને આજે શારીરિક સમસ્યામાં કોઈ ફેરફાર જણાઈ શકે છે. આજે તમારે જમીન, મકાન, રિયલ-એસ્ટેટ પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાવીની જરૂર છે, અહીં જ ફાયદો થઈ શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરવાથી તમને સુકૂન મળી શકે છે. ઘરમાં ઉલ્લાસના માહોલમાં પોતે પણ સહભાગી બનો. તમારી સફળતા પાછળ મહિલાનો હાથ રહેશે. રસ્તા પર ગાડી ચલાવતા સાવધાની રાખવી નહિતર અકસ્માત થવાની સંભાવના છે. ખતરો લેવાના કામથી આજના દિવસ દરમિયાન દુર રહેવું.

મિથુન રાશીફળ – આજના દિવસ દરમિયાન કોઈ વડીલ અને અનુભવી વ્યક્તિની સલાહ પણ તમારા માટે હિતકારી રહી શકે છે. આજે જીવનસાથી સાથે સમય સારી રીતે વિતાવી શકશો. તમે હરવા-ફરવાના મૂડમાં હશો, પરંતુ ખર્ચાઓને કાબૂમાં રાખવા. આજે તમે કોઈ પણ કામ પર સારી રીતે દ્યાન આપશો તો સફળતા સાથે પ્રતિષ્ઠા પણ મળી શકે છે. એવી જાણકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય. અનુસાશન સફળતાની સીઢી કહેવાય છે, તેથી કાર્યક્ષત્રમાં અનુશાસનમાં રહી કામ કરવું તેનાથી પ્રતિષ્ઠાને પણ લાભ થશે.

કર્ક રાશીફળ – કામમાં તમને આનંદ મળશે પરંતુ ક્ષમતાથી વધારે કામ તણાવ પેદા કરશે. તમે તમારા સકારાત્મક વલણ અને આત્મવિશ્વાસથી લોકોને પ્રભાવિત કરી શકો છો. કોઈ પણ ક્ષેત્રમાં હોશિયારીથી રોકાણ કરવું. પરિવાર તમારા પ્રેમની અપેક્ષા રાખી શકે છે. કોઈને પણ કોઈ વાયદો કરતા પહેલા વિચારી લેવું કે વાયદો પુરો થઈ શકે તેમ છે કે નહીં. તબીયત વધારે ધ્યાન આપવું અને જો યાત્રા કરવાનો વિચાર હોય તો વાહન ચલાવવામાં ખુબ કાળજદી રાખવી. જીવનસાથી તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવી શકે છે, ખર્ચ કરવાથી બચવું.

સિંહ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારી તબીયત સારી રહેશે. આજે અનેક સ્થળેથી આર્થિક લાભ થઈ શકે છે પરંતુ ધનને સુરક્ષિત જગ્યા પર રાખવું કારણ કે આગામી સમયમાં ધનની વધારે જરૂરત પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા સન્માનને ઠેસ પહોંચી શખે છે. આજે સમજી-વિચારીને કામ પર ધ્યાન આપવું એટલે કે દિલની બદલે દિમાગથી કામ લેવું. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મળતા તણાવ દુર થઈ શકે છે.

કન્યા રાશીફળ – આ રાશિના જાતકોની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. ખર્ચાઓ પર કાબુ રાખવો. વાહન ચલાવતા સાવધાની રાખવી. આજે જીવનસાથી તમારા માટે ફરિશ્તા જેવું કામ કરી શકે છે. તમારી લાપરવાહીથી માતા-પિતા દુખી થાય તેવું કોઈ કાર્ય ન કરવું. આજે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળશે, જેમાં તમને સારી સફળતા મલશે. પરિવારની સલાહ મુજબ નવી પરિયોજનામાં રોકાણ કરવું.

તુલા રાશીફળ – આ રાશિના જાતકોએ માનસિક તણાવથી બચવા માટે ધ્યાન અને યોગનો સહારો લેવો ફાયદાકારક રહેશે. આજના દિવસ દરમિયાન કરેલા આર્થિક નવા કરાર ફાયદાકારક દેખાશે, પરંતુ વધારે લાભ નહીં અપાવે. રોકાણમાં ઉતાવળથી નિર્ણય આજે ન લેવા. કાર્યસ્થળ પર આજનો દિવસ સારો રહેશે પરંતુ કામ વધારે રહેવાના કારણે ક્યારેય તમારા સ્વભાવમાં ચીડિયાપણુ આવી શકે છે. નજીકના લોકો સાથે મતભેદ થવાથી તણાવ રહી શકે છે. જીવનસાથી સાથે સારો દિવસ રહેશે. માતા-પિતાને પોતાની ચિંતા કહેવાથી સમાધાન મળી શકે છે.

વૃશ્ચિક રાશીફળ – તમારું શાંતિપ્રિય વ્યક્તિત્વ અન્ય લોકો માટે ઉદાહરણ બનશે. દુ:ખ જીવન માટે ખુબ જરૂરી છે, કારણ કે તોજ સુખની કિંમત ખબર પડે છે. આજના દિવસે જે જે વસ્તુ તમારા જીવનમાં બને તેના પર ધ્યાન આપવાની જરૂર છે, ભવિષ્યની યોજના માટે શીખ આપી જશે. જીવનસાથી સાથે સમય વ્યતિત કરવાનો ભરપૂર સમય મળી શકે છે. આજે ઝવેરાત અને એન્ટીક વસ્તુ ખરીદવા માટે સારો દિવસ છે , ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે. મિત્રો સાથે હરવા-ફરવાથી આનંદ મળી શકે છે.

ધન રાશીફળ – તમારો મનમોજી સ્વભાવ તબીયત માટે પરેશાની ઉભી કરી શકે છે. આજે પૈસા ખર્ચ કરવાનો મૂડ હશે, પરંતુ પછતાવવાનો વારો આવી શકે છે. તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ-અશુભ પ્રત્યેક પરિસ્થિતિમાં યોગ્ય તાલમેલ રહેશે. બેકારના વાદ-વિવાદથી દુર જ રહેવું, માહોલ ખરાબ થઈ શકે છે. કાર્યસ્થળ પર સમજદારી રાખી વાદ-વિવાદમાં ન પડવું. આજે ગુસ્સાનું પ્રમાણ વધારે રહસે, પરંતુ મગજને ઠંડુ રાખી વિચાર કરવાથી સમસ્યાનું સમાધાન મળી જશે.

મકર રાશીફળ – આ રાશિના જાતકોને માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. રિલેશનશિપને આગળ વધારતાં પહેલાં વ્યક્તિ અંગે જાણકારી પ્રાપ્ત કરો. આજે તમે સારા પૈસા બનાવી શકો છો. આજે પારંપરિક વ્યવસાયમાં રોકાણ કરો. કાર્યસ્થળ પર કામકાજમાં કોઈ મોટી ભૂલ થઈ શકે છે, જેથી સોશિયલ મીડિયા કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દુર રહી, કામ પર વધારે ધ્યાન આપવું. આજે જીવનસાથી સાથે તણાવ વધી શકે છે, તેથી શબ્દો અને જીભ પર કાબૂ રાખવો નહીં તો પરિણામ ગંભીર પણ આવી શકે છે.

કુંભ રાશીફળ – સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ ઉપર કામ કરો લાભ અવશ્ય થશે. વ્યસ્ત દીન ચર્યા બાદ પણ તબીયત સારી રહેશે. યાત્રા સમયે પોતાના સામાનની ચિંતા કરવી, ખોવાઈ જવાનું કે ચોરાઈ જવાનું બની શકે છે. વૈવાહિક જીવન માટે સારો દિવસ છે. તમને આજે કમીશન, રોયલ્ટી વગેરે કામમાં ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથીની સફળતાને પ્રોત્સાહન આપો અને વખાણ કરો. ઉદાર અને ઈમાનદાર બનશો તો આવક સારી રહેશે.

મીન રાશીફળ – પોતાના પરિવારના હિત વિરુદ્ધ કોઈ કાર્ય ન કરવું. તમારે આજે એવું કાર્ય કરવું જે લોકોને નવી રાહ ચિંધે. કેટલીક જરૂરી નવી યોજનાઓ કાર્યરત થશે અને તાજો આર્થિક નફો લઈ આવશે. વ્યાપારીને સારો ધંધો થતા આર્થિક પરિસ્થિતિ સારી બને. કાર્યક્ષેત્રમાં ફેરફારના ચાલતા લાભકારક સાબિત થઈ શકે છે. ટેક્સ અને વીમાના કામ પર ધ્યાન આપવું. લોકોની દખલઅંદાજી વૈવાહિક જીવનમાં પરેશાની ઉભી કરી શખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.