Abtak Media Google News

રાજકોટ રેન્જ હેઠળના 5 જીલ્લાઓમાં બાયોડીઝલના ગેરકાયદે ધમધમતા પંપો પર ધોષ બોલાવી છે. 163 સ્થળોએ દરોડા પાડતા બાયોડીઝલ ના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે . રૂપિયા 17.45 લાખની કિંમતનો 12000 લીટર બાયોડીઝલ અને ટેન્કરો મળી કુલ રૂ 23.94લાખન કિંમતનો મુદ્દામાલ કબજે કરી નવ શખ્સોની ધરપકડ કરી છે.

Untitled 1 14

ગુજરાત સરકાર અને  ડી.જી.પી. ગાંધીનગર તરફથી રાજયમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ ને પકડી પાડી પકડાયેલા ઇસમો ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા કરેલી સુચના અન્વયે રાજકોટ રેન્જના આઇ.જી.પી.સંદીપ સિંહ  દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના  સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ ગ્રામ્ય, મોરબી અને દેવભુમી દ્રારકા જીલ્લાઓમાંએલ.સી.બી./એસ.ઓ.જી. બ્રાંચ અને

Whatsapp Image 2021 07 19 At 3.35.05 Pm

સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓની કુલ-૧૨૮ સ્પેશ્યલ ટીમો બનાવી પોતાના જિલ્લામાં ગેરકાયદે બાયોડીઝલની સંગ્રહ તથા વેચાણની ગેરકાયદેસર પ્રવૃતીને નેસ્તો-નાબુદ કરી આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે છેલ્લા ૨૪-કલાકમાં રાજકોટ રેન્જના જીલ્લાઓમાં બાયોડીઝલ અંગેની ૧૬૩ જગ્યાઓએ રેઇડો કરી ૯ ગુનાઓ દાખલ કરી બાયોડીઝલ લી.૧૨૨૦૨, કિ.રૂ.૧૭,૪૬,૫૫૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૩,૯૪,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કુલ-૯ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.