Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે ભાવનગર  આવવાના છે. ભાવનગરમાં મુખ્યમંત્રી 70 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું લોકાર્પણ કરશે. આ ઇન્સ્ટીટ્યૂડનું લોકાર્પણ થયા બાદ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના લોકોને ભાવનગરમાં જ કેન્સરની સારવાર સરળતાથી મળી રહેશે. ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ ખૂલ્યાબાદ દર્દીઓને અમદાવાદનાં ધક્કા ઓછા થશે આ ઉપરાંત ભાવગનર મુખ્યમંત્રી 292 પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરના ઘર પણ આપશે. ૧૯ કરોડના ખર્ચે આ મકાનોનું નિર્માણ થયુ છે.

ત્યારબાદ સીએમ 5 MLD ક્ષમતાના પ.ર૭ કરોડના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ૧૩.રપ કરોડના વિકાસ કામો ખુલ્લા મુકશે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ર.રપ કરોડના ખર્ચે સિટી બ્યૂટિફિકેશન અંતર્ગત નિર્માણ થયેલા નારી ગામના તળાવ, દુ:ખી શ્યામ બાપા સર્કલથી અધેવાડા તરફ ભાવનગર મહાપાલિકાની હદ સુધી ૧૦.૯૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સી.સી. રોડના કામનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.