Abtak Media Google News

એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમાં ચરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો પ્રારંભ છે. આ અભિયાન અંતર્ગત કારગીલના વીરોને ગુજરાતના આભાર અભિયાન અન્વયે ગુજરાત NCCના કેડેટ્સ 25 હજાર શુભેચ્છા કાર્ડ્સ ભારતીય સેનાના વીર જવાનોને કારગીલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ 26 જુલાઈએ પહોંચાડવામાં આવશે.

ભારતની સરહદના રખોપા કરતા સેનાનીઓ-જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી NCC છાત્રો આભાર વ્યક્ત કરી રાષ્ટ્ર ભક્તિ ભાવના ‘એક મેં સો કે લિયે’ અભિયાનના ચાર તબક્કાઓમાં સોશિયલ મીડિયા માધ્યમથી 14 લાખ ટ્વિટર હિટની સિદ્ધી માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ NCC ડાયરેક્ટરેટ ગુજરાતના એડિશનલ ડિરેક્ટર જનરલ અરવિંદ કપૂરને અર્પણ કર્યું હતું.

169Fd6D8 1B9D 4Bd4 Acb7 Ef7Dcb291Cb5 1

ગુજરાતમાં NCC પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ NCC કેડેટ્સને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે ‘C’ સર્ટિફિકેટ પાસ કરેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં ગુજરાતમાં અગ્રતા અપાય છે, ગુજરાતમાં NCC પ્રવૃત્તિઓનો વ્યાપ વધે બટાલિયનની સંખ્યા વધે અને વધુને વધુ યુવાઓ NCCમાં જોડાઈ રાષ્ટ્ર સેવા દાયિત્વ નિભાવે તેવું આહવાન પણ મુખ્યમંત્રીએ આ તકે કર્યું હતું.

A864F700 D001 4581 9976 60369Aadf0Ef

એક મૈં સો કે લિયે અભિયાનના પ્રથમ તબક્કામાં હરેક NCC કેડેટ્સએ 100 સંબંધી મિત્રો-શહેરીજનોને ફોનથી સંપર્ક કરી કોરોના પ્રોટોકોલ અને રસીકરણની જાગૃતતા વધારી છે. બીજા તબક્કામાં વૃધ્ધો-વયસ્ક વડીલોની સેવી વંદના કરી છે. ત્રીજા તબક્કામાં પૂર્વ સૈનિકો, શસસ્ત્ર દળોના વીરગતિ પામેલા જવાનોની વિધવાઓને સહાયક બન્યા છે. ચોથા તબક્કામાં કોરોના વોરિયર્સ, ડૉક્ટર્સ, નર્સ, વોર્ડ બોય, આરોગ્ય સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.