Abtak Media Google News

પાક ક્યારે નાપાક હરકતોમાંથી બાઝ આવશે ?? ક્યારે સુધરશે ..?? સરહદે અવાર-નવાર બ્લાસ્ટ, ઘુષણખોરી સહિતની આંતકી પ્રવૃતિ કરતું રહે છે ત્યારે આજે  ભારત-પાકિસ્તાન સરહદ પર (અટારી-વાઘા બોર્ડરે) ભેદી વિસ્ફોટ થયો છે. ધડાકા પછીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશાન ચાલુ છે.

જે જગ્યા પર બ્લાસ્ટ થયો છે તે જમીન પર બીએસએફની દેખરેખ હેઠળ ખેડુતો ખેતી કરવા જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાન સાઇડના બ્લાસ્ટથી નીકળતો ધુમાડો હાલમાં શાંત થઈ ગયો છે. સુરક્ષા એજન્સીઓને એ સંકેત છે કે આ બ્લાસ્ટ, સરહદની નજીકથી જ પાકિસ્તાનમાં ભારતીય એજન્સીઓનું ધ્યાન ભંગ કરવાનું કાવતરું હોઈ શકે છે.

આ ભેદી ધડાકાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ખેડૂત કહી રહ્યો છે કે પાકિસ્તાન તરફ કેવા પ્રકારનો ધુમાડો વધી રહ્યો છે તેની તે જાણ નથી. આ અંગે, હજી સુધી કોઈ નક્કર માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન સરહદ પર છેલ્લા કેટલાક દિવસોથી સ્થિતિ ભારે હંગામા ભરી છે. જમ્મુ ક્ષેત્રમાં પાકિસ્તાનની સરહદ પરથી અનેક ડ્રોન સતત આ રીતે આવતા જોવા મળ્યા છે. તાજેતરમાં એરબેઝ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.