Abtak Media Google News

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ વિધાર્થીઓને શિક્ષણ આપવા ઉપરાંત વિકટ પરિસ્થિતિઓમાં સમાજના દરેક વર્ગને મદદરૂપ થવા હંમેશા માનવીય અભિગમ સાથે તત્પર રહેતું મજબુત અને જાગૃત સંગઠન છે. આગામી 30 જુલાઈથી રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન , ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડા. કમલ પરીખના સહયોગથી કોરોના કેર ટેક 2 વર્ચ્યુઅલ તાલીમ શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છ.

આ શિબિરનો હેતુ સમાજને પ્રવર્તમાન પરિસ્થિતિમાં માનસિક, સામાજીક અને શારીરિક મજબુત બનાવવાનો છે. આ તાલીમ શિબિર તા. 30 જુલાઈથી ત. 30 ઓકટોબર ( ત્રણ મહિના) દરમિયાન દર શુક્રવાર અને શનિવારના રોજ સાંજે 5 થી 6 કલાકે વર્ચ્યુઅલી યોજાશે. આ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ તા. 23 જુલાઈને સવારે 8.30 કલાકે રાજકોટના હનુમાન મઢી પાસે આવેલ ન્યુ એરા સ્કૂલ ખાતે યોજાશે . જેમાં ઉદ્ધાટક તરીકે માન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વર્ચ્યુઅલી હાજરી આપી આયોજકોને પ્રોત્સાહિત કરશે . તે ઉપરાંત સૌ યુનિ.ના કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપ-કુલપતિ ડો.વિજય દેસાણી અને ગિરિરાજ હોસ્પિટલના ડો.મયંક ઠક્કર મુખ્ય મહેમાનો તરીકે હાજરી આપશે.

જાણીતા શિક્ષણવિદ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા આ કોરોના કેર ટેકર શિબિર વિષે માહિતી આપતા જણાવે છે કે, મજબુત સમાજનું ઘડતર સમાજમાં રહેનાર વ્યક્તિઓના વિકાસ અને સ્થિરતાથી જ શકય બને છે. જયારે વ્યક્તિ માનસિક, શારીરિક અને શૈક્ષણિક આ ત્રણેય પાસાઓમાં મજબુત હોય ત્યારે જ  ારિ સમાજ જીવન પ્રાપ્ત થાય છે. શિક્ષણ દ્વારા તે ઉત્તમ કારકીર્દિ બનાવીને જીવન નિર્વાહ કરી શકે છે. માનસિક સ્થિરતાના કારણે જીવનમાં સાચા નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો થાય છે અને શારીરિક મજબુત હોવાને કારણે કપરી પરિસ્થિતિઓમાં પણ મહેનત કરવા માટે ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે આ ત્રણેય પાસાને મજબુત બનાવવાના ઉદ્દેશથી રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ શિબિરનું આયોજન કરાયું છે.

આ શિબિરના આયોજનના મુખ્ય હેતુઓમાં એક મજબૂત માનવી સમાજને મજબૂત બનાવી શકે એ હેતુથી માનસિક સામાજિક મજબૂતી પ્રાપ્ત કરે, સમાજને મનોવૈજ્ઞાનિક, સામાજિક, શારીરિક સુદ્રઢ બનાવવો, સમાજને મજબુત વોરિયર્સની પ્રાપ્ત કરાવવા, શિક્ષક સમાજનો પાયો છે તો એ પાયો મજબૂત હોય તો સમાજ પણ મજબૂત બની શકે તેથી ખાસ શિક્ષકોને તાલીમ આપવી . તાલીમાર્થીઓમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, સ્વ. નિયંત્રણ, આત્મવિશ્વાસનો વિકાસ, સ્વની ઓળખ જેવી બાબતો વિકસાવવાના ઉદ્દેશો છે.

આ શિબીરને લીધે શિબિરાર્થીઓને પણ ધણા ફાયદાઓ થશે, જેમકે કપરી પરિસ્થિતિમાં માનસિક વ્યવસ્થાપન, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો, વ્યક્તિત્વની ઓળખ સમાયોજન સાધવાની ક્ષમતામાં વધારો અને સ્ટ્રેસ સામે લડવાની ક્ષમતામાં વધારો વગેરે આ શિબિરમાં શિક્ષકો, કોલેજના વિધાર્થીઓ, ગૃહિણીઓ અને વ્યવસાયિકો જોડાઇ શકે છે.

આ તાલીમ કાર્યક્રમ તા.30 જુલાઈથી તા.30 ઓકટોબર (ત્રણ મહિના) દરમિયાન દર શુક્રવાર અને શનિવારના રોજ સાંજે 5:00 થી 600 કલાકે વર્ચ્યુઅલી યોજાશે જેમાં દર શનિવારે એક નાનું પણ સર્જનાત્મક એસઇનમેન્ટ જે ગુગલ ફોર્મના માધ્યમથી દિવસ સાતમાં સબમિટ કરવાનું રહેશે . તાલીમના અંતે એક નાની કસોટી યોજાશે. જેના અંતે તાલીમાર્થીઓને ગ્રેડ મુજબ સર્ટીફીકેટ એનાયત કરાશે આ તાલીમ શિબિર તદ્દન નિ:શુલ્ક છે, પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું આનિવાર્ય છે.

સમગ્ર શિબિરના સફળ આયોજન માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઈ ભરાડ, એફ.આર.સી કમીટીના સભ્ય છે અજયભાઇ પટેલ, મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ, આસી. પ્રોફેસર ડા. ધારા દોશી તેમજ ગિરિરાજ હોસ્પિટલના વડા ડો.મયંક ઠક્કર અને ડો.કમલ પરિખના માર્ગદર્શનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહીં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.