Abtak Media Google News

ટોક્યો ઓલિમ્પિકની બોક્સીંગ રિંગમાં, ભારતના પુરૂષ બોક્સરો એક પછી એક નિષ્ફળ રહ્યા છે. પરંતુ મહિલા બોક્સરોએ જીત સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. મેરીકોમ પછી ભારતની લોવલિનાએ પણ વેલ્ટરવેઇટ કેટેગરીમાં તેની મેચ જીતી લીધી છે. લવલિનાએ 16 ના રાઉન્ડમાં જર્મનીના ઘણા અનુભવી બોક્સરને હરાવી. ભારતની મહિલા બોક્સરેએ આ મેચ 3-2થી જીતી હતી.જર્મની બોક્સરની સાથે લવલિનાનો મુકબાલાની જોરદાર શરુઆત થઈ હતી.

બંન્ને બોક્સરો એક બીજા પર ભારે પડી રહી હતી. મુકાબલાના પ્રથમ રાઉન્ડમાં લવલિનાના નામે રહી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં જર્મનીની બોક્સરે પોતાના અનુભવનો સારી રીતે ઉપયોગ કર્યો હતો તેમ છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા રાઉન્ડમાં લવલીના બીજા રાઉન્ડમાં આગળ રહી હતી.

Lovlina 2

પ્રથમ બે રાઉન્ડમાં ભારતની લવલિનાએ લીડ મેળવતી જોતા જ જર્મનીની બોક્સર વધુ ઉત્સાહ સાથે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો  હતો. આ રાઉન્ડમાં જજ પણ પ્રભાવિત કરશે. પરંતુ મુકાબલો જ્યારે પૂર્ણ થયો તો ભારતના ખાતામાં જીત આવી હતી, ભારતની લવલિનાએ રાઉન્ડ ઓફ 16ના આ મુકાબલો જીતી ક્વાર્ટર ફાઈનલની ટિકીટ કપાવી છે.

મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી. લવલિનાએ આ બાઉટ સ્પિલટ ડિસિજનથી 3-2થી જીત્યું. ત્રણેય રાઉન્ડમાં જજોનો એકંદર નિર્ણય લવલિનાની તરફેણમાં રહ્યો હતો. લવલિના હવે મેડલ મેળવવાથી માત્ર એક જીતથી દૂર છે. બોક્સીંગમાં, સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નક્કી થઈ જાય છે. લવલિનાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ 30 જુલાઈએ ચીનના તાઈપેની ચિન નિએન સાથે થશે.

ઓલિમ્પિકના બોક્સિંગ ઈવેન્ટમાં ભારતને તેમના બોક્સરો પાસે સારી અપેક્ષાઓ હતી. પરુષ બોક્સરો તો દેશની આશા પર ઉતરવાની અપેક્ષાઓ પૂર્ કરવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ મહિલા બોક્સરોએ મેડલ જીતવાની આશા જીવંત છે.

Lovlina 1

ક્વાર્ટર ફાઇનલમાં ચીની બોક્સર સાથે મુકાબલો

ક્વાર્ટર ફાઈનલમાં હવે ભારતીય બોક્સર લવલિનાનો મુકાબલો ચીની તાઈપે ચેન નેનની સાથે થશે. ચીની તાઈપેની બોક્સરે રાઉન્ડ ઓફ 16માં મેચ ઈટલીની બોક્સરને હાર આપી હતી. ચીની તાઈપેની બોક્સરે આ મુકાબલો લવલિનાની સ્પિલિટ નિર્ણયથી જીત્યો છે. 2018માં વર્લ્ડ ચેમ્પિયનશીપની સેમીફાઈનલ મુકાબલામાં ચેને લવલિનાને હાર આપી ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર કરી હતી. આ વખતે લવલિનાની પાસે બદલો લેવાની સુવર્ણ તક છે. લવલીના જો આ મેચ જીતી લે છે તો તેમનો મેડલ પાક્કો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.