યુપીના CM યોગીના ગામનો હત્યારો, CM રૂપાણીના ગામમાં હત્યા કરતાની સાથે જ ઝડપાયો !!

દિન પ્રતિદિન લૂંટ-ફાટ, ચોરી અને હત્યાના બનાવો વધતાં જઈ રહ્યા છે. રાજકોટમાં આજરોજ સરાજાહેર ગોળીબારની ઘટના બની છે. પૈસાની લેતી-દેતીમાં પૂર્વપતિએ મહિલાના ઘરમાં ઘૂસી ગોળી ધરબી દીધી. જો કે પબ્લિક અને પોલીસની સતર્કતાને કારણે યુપીના CM યોગીના ગામનો હત્યારો CM રૂપાણીના ગામમાં હત્યા કરતાની સાથે જ ઝડપાઈ ગયો છે. સીએમ રૂપાણીના માદરે વતન રાજકોટમાં મહિલાને ગોળી મારી હત્યા નીપજાવનાર આ આરોપી ઉત્તરપ્રદેશના ગોરખપુરનો છે જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું માદરે વતન છે.

યુનિર્વસિટી રોડ પર આવેલા રવિ પાર્ક શેરી નંબર 10માં રહેતી બ્યુટી પાર્લર સંચાલિકા પર ફાયરિંગ કરી ઉત્તર પ્રદેશના પૂર્વ પતિએ ફાયરિંગ કરી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. પૈસાની લેતી-દેતી અને પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરી ભાગેલા પરપ્રાંતિય શખ્સને પોલીસે નાકાબંધી કરી ગણતરીની મિનીટોમાં માધાપર ચોકડી પાસેથી ઝડપી લીધો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રવિ પાર્ક શેરી નંબર 10માં રહેતી સરિતા પંકજભાઇ ચાવડા નામની 26 વર્ષની કુંભાર પરિણીતા પર દેશી બનાવટના તમંચાથી ફાયરિંગ કરી આકાશ રામાનૂજ મૌર્ય નામના શખ્સે હત્યા કર્યાની યુનિર્વસિટી પોલીસ મથકમાં જાણ થતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વી.કે.ગઢવી, યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા અને પી.એસ.આઇ. એ.બી.જાડેજા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સરિતા પોતાના બીજા પતિ પંકજ ચાવડા સાથે બપોરે જમવા બેઠી હતી ત્યારે આકાશ તમંચા સાથે ઘસમાં ઘસી આવી ફાયરિંગ કરી હત્યા કરતા પંકજ અવાચક બની ગયો હતો અને આકાશને પકડવા માટે દોડતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. પંકજ ચાવડા પડી જતા આકાશ મૌર્ય રિક્ષામાં બેસીને ભાગી ગયો હતો ત્યારે પંકજ ચાવડાના પાડોશીએ કાર લઇને રિક્ષામાં ભાગી રહેલા આકાશનો પીછો કર્યો હતો પરંતુ તેની પાસે હથિયાર હોવાના ડરના કારણે નજીકના ચોકમાં જીઆરડી જવાનને રિક્ષા નંબર આપી પોલીસને જાણ કરવા જણાવતા પોલીસે માધાપર ચોકડી પાસે નાકાબંધી કરી રિક્ષાને આંતરી આકાશ મૌર્યને ઝડપી લીધો હતો.

આકાશ મૌર્યની પૂછપરછ દરમિયાન સરિતા મુળ ગોરખપુરની વતની અને પોતાના પિતા રામાનૂજ મૌર્યની કાપડની દુકાનમાં કામ કરતી હતી ત્યારે પરિચયમાં આવતા બંનેએ લગ્ન કર્યા હતા તે અંગેનું પોતાની પાસે મેરેજ સર્ટીફિકટે પણ હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું.

સરિતા સાથે લગ્ન જીવન દરમિયાન આકાશે કટકે કટકે રૂા.4 લાખ આપ્યા હતા તે લઇને રાજકોટ આવી બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કર્યો હતો અને પંકજ ચાવડાના પરિચયમાં આવતા બંને લીવ ઇન રીલેશનથી બંને રવિ પાર્કમાં સાથે રહેતા હોવાની આકાશ મોર્યએ માહિતી મેળવી તમંચા સાથે પોતાની પત્ની સરિતાની હત્યા માટે રાજકોટ આવી સરિતાની હત્યા કર્યાની કબુલાત આપી છે.

સરીતા આરોપીના પિતાની દુકાનમાં નોકરી કરતી’તી

રાજકોટના કાલાવડ રોડ પ્રેમમંદિર પાસે આવેલ રવિ પાર્કમાં બપોરે યુવતિની ફાયરીંગ કરી હત્યા કરવાના પ્રકરણમાં પકડાયેલ આરોપીની પુછપરછમાં ચોકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. મૃતક સરીતા પંકજ ચાવડા અગાઉ ઉતરપ્રદેશના ગોરખપુર હત્યારો વતન ઉત્તરપ્રદેશથી તમંચો લઇ હત્યા કરવા આવ્યો’તો રવિ પાર્કમાં બીજા પતિ સાથે ભોજન લેતી સરીતાને ભડાકે દઇ નાસી છુટેલા પૂર્વ પતિની પોલીસે ગણતરીની મીનીટોમાં ધરપકડ કરી પુછપરછ કરતા આરોપી આકાશ રામાનુજ મોર્ય ઉતર પ્રદેશના ગોરખપુર રહેતો હોવાનું અને પોતાના વતનથી દેશી તમંચો લઇને રાજકોટ પૂર્વ પત્નીની હતયા કરવા આવ્યો હોવાની કબુલાત આપી છે. ખાતે રહેતી હતી અને આરોપીના પિતા રામાનુજ મોર્યન કાપડની દુકાનમાં નોકરી કરતી હતી. જેના કારણે સરીતા આરોપી આકાશ મોર્યના સંપર્કમાં આવતા બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ બન્નેને લગ્ન કરી લીધા હતા.