Abtak Media Google News

રાજ્યના 9 જળાશયો હાઇએલર્ટ અને 7 જળાશયો એલર્ટ પર : વેધર વોચ ગૃપની ઓનલાઇન બેઠક યોજાઇ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથ યોજાઇ હતી. રાહત કમિશનરે જણાવ્યુ કે રાજ્યમાં અત્યાર સુધી 286.81 મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મીની સરખામણીએ 34.14% છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આ5વામાં આવી હતી. ગુજરાત રાજયમાં સારો વરસાદ થયેલ છે.

આગામી દિવસોમાં રાજયમાં વલસાડ જિલ્લામાં ભારે અને અન્ય જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે.  કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 64.85 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 64.28 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.80%  વાવેતર થયેલ છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં 155117 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 46.43% છે. રાજયના 206 જળાશયોમાં 252617 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 45.32% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ 5ર કુલ-09 જળાશય, એલર્ટ 5ર કુલ-07 જળાશય તેમજ વોર્નીગ ઉ5ર-09 જળાશય છે.એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે 1-1 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને  2-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. એન.ડી. આર.એફ.ની કુલ 11 ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.