Abtak Media Google News

અબતક-વારીશ પટણી- ભુજ : ગાંધીધામમાં રહેતા યુવાનને ઓનલાઈન પ્રેમમાં ફસાવી કેન્સરની બીમારીનું બહાનું બતાવી રૂ.૯૩ લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે એક યુવતી સહિત બે ચીટરોને જયપુરથી ઝડપી પાડયા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં યુવાને ફરિયાદ નોંધાવી હતી કે જયપુરની તૃપ્તિ અનિલ રાય નામની યુવતીએ ઓનલાઈન પ્રેમ સંબંધ બાંધી ઇમોશનલ બ્લેકમેઇલ કરી યુવતીએ પોતાને કેન્સર હોવાનું જણાવી યુવાન પાસેથી કટકે-કટકે રૂ.૯૩ લાખ જેટલા પૈસા પડાવ્યા હતા.

જેની ફરિયાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસમાં નોંધાતા પોલીસે જયપુરથી ચીટર તૃપ્તિ રાય અને પંકજ વિષ્ણુ અગ્રવાલ નામના શખ્સોને દબોચી લઈ પૈસાની રિકવરી કરવા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.