Abtak Media Google News

નવી શિક્ષણ નીતિને પૂર્ણ થયાના એક વર્ષ થઇ ગયા છે.ધીમે ધીમે આ નવી શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે ત્યારે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે હવે એન્જિનિયરિંગનો અભ્યાસ ૧૧ ભાષામાં થશે. તેમણે કહ્યું કે એક વર્ષમાં દેશના તમામ શિક્ષણવિદોએ નવી શિક્ષણ નીતિને અમલી બનાવવા ઘણી મહેનત કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવીને અનેક નિર્ણયો લેવાયા છે.

આપણે યાદ રાખવું જોઇએ કે નવી શિક્ષણ નીતિ જ ભવિષ્યના ભારતનો આધાર નક્કી કરશે અને અન્ય તમામ પરિબળોમાં સૌથી મહત્વનું કારણ બનશે. તેમણે ઉમેર્યું કે અમે સ્થાનિક ભાષાઓને પણ મહત્વ આપવાનો નિર્ણય કર્યો છે. હવે એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતી, તમિળ, મરાઠા, બાંગ્લા સહિત પાંચ ભાષામાં શરૂ થનાર છે. આ ઉપરાંત કુલ ૧૧ ભાષામાં એન્જિનિયરિંગના કોર્ષનું અનુવાદ શરૂ થઇ ચૂક્યું છે. આનો સૌથી વધુ લાભ દેશના ગરીબ અને મિડલ ક્લાસના વિદ્યાર્થીઓને થશે. તેનો લાભ દલિતો અને આદિવાસીઓને થશે.

આવા જ પરિવારોથી આવતં લોકોને લેંગ્વેજ ડિવાઇડનો સામનો કરવો પડતો હતો. માતૃભાષામાં ભણતરથી ગરીબ બાળકોનો આત્મવિશ્વાસ વધશે. આ ઉપરાંત પ્રારંભિક શિક્ષણમાં પણ માતૃભાષાને પ્રમોટ કરવાનું કામ શરૂ થઇ ગયું છે. પીએમ મોદીએ ઉમેર્યું કે અમારા યુવાઓને દેશને સમર્થ બનાવવા માટે સમગ્ર વિશ્વની સરખામણીએ એક ડગલું આગળ વધીને વિચારવું પડશે.ગત એક વર્ષમાં દેશના ૧,૨૦૦થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ સ્કિલ ઇન્ડિયા સાથે જોડાયેલા કોર્ષોની શરૂઆત કરી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ રાષ્ટ્ર નિર્માણની કવાયતમાં એક મહત્વું પરિબળ છે. તેમણે ખાતરી આપી હતી કે દેશ તેમની અપેક્ષાઓને સમર્થન આપે છે.  આપણે હાલમાં આપણા યુવાઓને ક્યાં પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છીએ તેની પર ભવિષ્યમાં નવી ઊંચાઇઓ હાંસલ કરવાનો આધાર રહેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્ર-નિર્માણમાં મહત્વના પરિબળોમાં ‘મહાયજ્ઞ’ મહત્વના પરિબળોમાંથી એક છે.

માઁ અને માતૃભાષાનું સ્થાન કોઈ ન લઈ શકે!: નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષા પર ભાર અપાયો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.