Abtak Media Google News

કેશોદ, જય વિરાણી:

ગુજરાત રાજ્ય સરકાર નાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં કાર્યકાળના પાંચ વર્ષ પુરાં થતાં ઉજવવામાં આવતાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે આજરોજ રાજયભરમાં વિકાસ દિન ઉજવાયો છે. ત્યારે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ તથા લાભાર્થીઓની ઉપસ્થિતિમાં કેશોદના અગતરાય રોડ પર આવેલા સોની સમાજમાં વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Keshod 3
શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરવિહોણા લોકો માટે ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૯૪૭ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે ૫૫ લાભાર્થીઓને આવાસની ચાવી આપવામાં આવી હતી અને ૩૧૯ લાભાર્થીઓને મંજુરી પત્રો આપવામાં આવ્યાં હતાં. જુનાગઢ એસટી ડિવિઝન દ્વારા પાંચ એસટી બસના નવા રૂટનો ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Keshod 2કેશોદ ડેપોની કેશોદ ભાવનગર, કેશોદ, રાજકોટ, માળીયા જામનગર સહિત અન્ય બે રૂટ શરૂ કરવામાં આવેલ છે. કોવીડ-૧૯ ગાઈડ લાઈન મુજબ યોજવામાં આવેલ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન અમીત શાહ દ્વારા વિવિધ યોજનાઓ અને વિવિધ પ્રકારના ઈ- લોકાર્પણ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત તમામે નિહાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં ૩૨ આવાસોનાં ૪ બ્લોક મંજુર થયેલ છે જેમાંથી માત્ર એક બ્લોક નાં ૩૨ આવાસો નું લોકાર્પણ થયું છે અને ૧૫૩ લાભાર્થીઓ ની મંજુરી પ્રતિક્ષા યાદી માં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.