Abtak Media Google News

15મી ઓગસ્ટ એટ્લે ભારતનું રાષ્ટ્રીય પર્વ. તમામ ભારતીયો તેની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરે છે  સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવશે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. જુનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી પ્રસંગે પોલીસ તંત્રને ૧૦ હજાર બોડી ઓન કેમેરાની મળશે ભેટ આપવામાં આવશે.

સ્વાતત્ર્ય પર્વ ગુજરાત પોલીસ તંત્ર વધુ આધુનિક ઉપરણોથી સજજ થશે ચેકીંગ સહિતની કામગીરી સારી રીતે થઇ શકે તે માટે પોલીસ તંત્રને ૧૦ હજાર બોડી ઓન કેમેરાની સ્વાતંત્ર્ય પર્વે ભેટ મળશે. ગુજરાત પોલીસ માટે ખરીદવામાં આવેલ અત્યાધુનિક ૧પ ડ્રોન કેમેરાનું પણ મહામુલા સ્વાતંત્ર્ય પર્વે લોકાર્પણ થશે.ર૦૦૦ પોલીસ અધિકારીઓ-જવાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે

મંત્રીઓના નામ  અને જિલ્લો કેબિનેટ મંત્રીઓ

  1. આર.સી.ફળદુ- કચ્છ
  2. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-સુરત
  3. કૌશિકભાઇ પટેલ-સાબરકાંઠા
  4. સૌરભભાઇ પટેલ-રાજકોટ
  5. ગણપસિંહ વસાવા-દાહોદ
  6. જયેશભાઇ રાદડીયા- ભાવનગર
  7. દિલીપકુમાર ઠાકોર- ભરૂચ
  8. ઇશ્વરભાઇ પરમાર- ગાંધીનગર
  9. કુંવરજીભાઇ બાવળીયા- મહેસાણા
  10. જવાહર ચાવડા- જામનગર

રાજ્યમંત્રીઓ

  1. પ્રદિપસિંહ જાડેજા- વડોદરા
  2. બચુભાઇ ખાબડ- ખેડા
  3. જયદ્રથસિંહજી પરમાર- સુરેન્દ્રનગર
  4. ઇશ્વરસિંહ પટેલ- અમરેલી
  5. વાસણભાઇ આહિર- બનાસકાંઠા
  6. વિભાવરીબેન દવે- અમદાવાદ
  7. રમણલાલ પાટકર – નવસારી
  8. કિશોરભાઇ કાનાણી- છોટાઉદેપુર
  9. યોગેશભાઈ પટેલ- આણંદ
  10. શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા- મોરબી

આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિદ્વારકા, ગિરસોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.