Abtak Media Google News

નરાધમ યુવાને ગોંડલ અને અમદાવાદમાં ત્રણ બાળકો પર પણ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતુ: જે ગુનામાં સજા પણ પડી હતી

14 દિવસનાં પેરોલ પર છૂટયા બાદ ભાણવડમાં ગેરેજના માલીકને છરીના ઘા ઝીંકી રાજકોટમાં પણ અધમ કૃત્યને અંજામ આપ્યો

રાજકોટના સદર બજારમાં આવેલ રમેશભાઈ છાંયા સ્કુલમાં આર.એસ.એસ.ની. શિબિરમાંથી બહાર નીકળેલા 13 વર્ષના તરૂણને ક્રિકેટનો દડો અપાવી દેવાના બહાને સીવીલ હોસ્પિટલ મેડીકલ કોલેજ પાછળ અવાવરૂ જગ્યાએ લઈ જઈ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરનાર રીઢા ગુનેગારની ક્રાઈમ બ્રાંચે સી.સી.ટીવી ફૂટેજના આધારે ગોંડલ રોડ ચોકડી પાસેથી ધરપકડ કરી હતી. પોલીસની આકરી પૂછપરછમાં વિધર્મી યુવાનને અગાઉ ત્રણ તરૂણ સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતુ જે ગુનામાં સજા પણ પડી હતી. જેમાં પેરોલ પર છૂટીને ફરી અધમ કૃત્ય આચર્યું હોવાનું જણાવતા આરોપી પર ફિટકાર વર્ષિ રહ્યો છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ પંચનાથ પ્લોટમાં રહેતા અને લોન્ડ્રીનો વ્યવસાય કરતા ભોગ બનનાર તરૂણતા પિતાએ પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા.8/8/21ને રવિવારે રજા હોય ફરિયાદીનો સગીર પુત્ર ઘર નજીક આવેલ રમેશભાઈ છાંયા સ્કુલમાં આર.એસ.એસ.ની શિબિરમાં ગયો હતો જયાંથી છૂટયા બાદ ઘર તરફ જવા નીકળ્યો ત્યારે સ્કુલના દરવાજા પાસે અજાણ્યા શખ્સે તરૂણને એકલો જોઈ ક્રિકેટનો દડો અપાવી દેવાના બહાને સદરબજારમાં લઈ જવાના બદલે સીવીલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ પાછળ અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો.

અવાવરૂ સ્થળે ત)ણના બંને હાથ બાંધી મોઢે ડુચો દઈ નરાધમે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યા બાદ તરૂણને ઘટના સ્થળેથી દોડી આરોપી નાસી ગયો હતો. જે બનાવ અંગે તરૂણે ઘરે આવી માતાપિતાને વાત કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ઘટના સ્થળથી સીવીલ હોસ્પિટલ સુધીનાં સીસીટીવી ફૂટેજ ચકાસતા આરોપી તરૂણને લઈને જતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેના આધારે પોલીસે આરોપીની સઘન શોધખોળ કરી હતી.

દરમિયાન આજે ક્રાઈમ બ્રાંચને મળેલી ચોકકસ બાતમીનાં આધારે ગોંડલ રોડ માલધારી ફાટક પાસેથી રીઢા ગુનેગાર દિલાવરખાન સુલતાનખાન પઠાણ ઉ.34ની ધરપકડ કરી હતી.પોલીસની પૂછપરછ આરોપી દિલાવરખાને 2018માં ગોંડલમાં સૃષ્ટી વિરૂધ્ધના ગુનામાં પકડાયા બાદ સાત વર્ષની સજા પડી હતી જે ગુનામાં તા. 28/6/21ના 14 દિવસના પેરોલ પર છૂટયા બાદ નાસતો ફરતો હોય વધુ એક અધમ કૃત્યને અંજામ આપ્યો હતો.પોલીસની પૂછપરછમાં મૂળ ભાણવડના વતની દિલાવરખાન સાદુ જીવન વિતાવે છે.

અગાઉ 2005માં અમદાવાદ ખાતે બે તરૂણ સાથે અલગ અલગ સ્થળે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરેલ જે ગુનામાં ત્રણ ત્રણ વર્ષની સજા પડી હતી. જે ભોગવી બહાર નીકળ્યા બાદ ગોંડલમાં સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતુ.આ ઉપરાંત આરોપી દિલાવરખાન પેરોલ પર છૂટયા બાદ પોતાના ગામ ભાણવડ ગયો હતો જયાં ગેરેજમાં કામે રહેવાનું કહેતા ગેરેજ માલીકે ના પાડતા તેના પર છરી વડે હુમલો કર્યો હતો.

જે ગુનામાં પણ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.ભાણડ તા.27/7/21ના ગેરેજ માલીક પર હુમલો કર્યા બાદ પોલીસથી બચવા ભાગીને રાજકોટ આવતો રહ્યો હતો અને સીવીલ હોસ્પિટલ ખાતે પડયો પાથર્યો રહેતો હતો અને ત્યાં જ સદાવ્રતનું જમી લેતો હતો. આ કામગીરી ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવી, પ્રધ્યુમનનગરનાં પીઆઈ એલ.એલ. ચાવડા, પી.એસ.આઈ. પી.એમ. ધાખડા, મયુર પટે, અમીત અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા નગીન ડાંગર, સંજય રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, સહિતના સ્ટાફે કરી હતી.

અદમકૃત્યની ટેવવાળા નરાધમને લીમડાનો સ્વાદ ચખાડતી પોલીસ

રાજકોટ સદર બજારમાંથી તરૂણનું અપહરણ કરી સીવીલ હોસ્પિટલમાં અવાવરૂ સ્થળે લઈ જઈ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરનાર નરાધમ દિલાવરખાન પઠાણે અગાઉ પણ અમદાવાદ, ગોંડલમાં ત્રણ બાળકો સાથે અધમ કૃત્ય આચર્યું હોય અને તે ગુનામાં સજા પડી હોય આવા ગુના કરવાની ટેવવાળા નરાધમને ક્રાઈમ બ્રાંચે લીમડાના ઝાડ સાથે બથ ભરાવી લીમડાનો સ્વાદ ચખાડયો હતો. જેના કારણે રખડતું જીવન વિતાવતા નરાધમ ભાંભરડા નાખી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.